26th January selfie contest

પતિએ જોઈ લીધી પત્નીની સેક્સ ચેટ અને કાતિલ વહુનું ખુલી ગયું રહસ્ય

PC: iamgujarat.com

દિલ્હીના ડબલ મર્ડર કેસમાં કાતિલ વહુના કારનામા ખુલીને સામે આવી ગયા છે. 29 વર્ષીય મોનિકા વર્માની પોલીસે પોતાના બોયફ્રેન્ડ આશીષ (29) સાથે મળીને સાસુ-સસરાની હત્યા કરવાના આરોપમાં ધરપકડ કરી છે. પૂછપરછમાં જે ખુલાસો થયો છે, તે ચોંકાવનારો છે. વહુને પોતાના એક્સ્ટ્રામેરિટલ અફેરમાં અડચણો આવી રહી હતી કારણ કે, તેના પતિ અને સાસુ-સસરાને બધી જ ખબર પડી ગઈ હતી. ત્યારબાદ તેના પર ઘણા પ્રકારના પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા હતા. ઘરના સભ્યોએ મોનિકાની સેક્સ ચેટ વાંચી લીધી હતી અને ત્યારબાદ તેનો સ્માર્ટફોન છીનવી લીધો હતો. પરંતુ, આ બંને પ્રેમી પંખીડા પોતાના સંબંધોથી પાછળ ના હટ્યા. બીજી તરફ, પરિવારમાં દિલ્હીના ગોકુલપુરીવાળા ઘરને વેચવાની ચર્ચા થવા માંડી. ત્યાંથી વેચીને દ્વારકા શિફ્ટ થવાની તૈયારી હતી. તેનાથી નારાજ મોનિકાએ પોતાના લવરની સાથે મળીને સાસુ-સસરાને મોતને ઘાટ ઉતારવાનું ષડયંત્ર રચ્યું. તેણે ઘટનાને લૂંટ બતાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ, તેનો રાજ ખૂબ જ જલ્દી બધાની સામે આવી ગયો.

આ બધાની શરૂઆત કઈ રીતે થઈ તે જાણવા માટે કોરોના મહામારીના સમયમાં પાછા જવુ પડશે. કોરોના ફેલાઈ ચુક્યો હતો. લોકડાઉનના કારણે મોનિકા ઘરમાં જ રહેતી હતી. એવામાં તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેવા માંડી. 2016માં લગ્ન બાદ તેને આટલી નવરાશ ક્યારેય નહોતી મળી. મોનિકાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું અને લગ્ન પહેલા નોયડાના એક કોલ સેન્ટરમાં નોકરી કરતી હતી. 22 વર્ષની ઉંમરમાં લગ્ન થઈ ગયા અને 4 વર્ષના પારિવારિક જીવનમાં તેને એકલતા લાગવા માંડી હતી. સોશિયલ મીડિયા દ્વારા તેને બહારની દુનિયા સાથે કનેક્ટ થવાની તક મળી ગઈ. તે ઓનલાઈન ફ્રેન્ડ્સ બનાવવા માંડી. તેમાંથી જ એક હતો આશીષ. તેની સાથે ઓગસ્ટ 2020માં મિત્રતા થઈ. બંને સતત ચેટ કરતા અને ધીમે-ધીમે એકબીજાને પસંદ કરવા માંડ્યા. આ વાતચીત ધીમે-ધીમે સેક્સ ચેટમાં તબ્દીલ થઈ ગઈ. આખરે તે બંને ફેબ્રુઆરી 2021માં વેલેન્ટાઈન ડે પર એક હોટેલમાં મળ્યા.

ગાજિયાબાદની હોટેલોમાં આવી ગુપ્ત મુલાકાતો વારંવાર થવા માંડી. તે આશીષની ગર્લફ્રેન્ડ બનીને તેની મમ્મીને પણ મળી આવી. ગત વર્ષે આશીષની મમ્મીને ખબર પડી ગઈ કે તે પરિણીત છે અને એક બાળક પણ છે. તેમણે આ સંબંધનો વિરોધ કર્યો પરંતુ, બંને અલગ ના થયા. ગત વર્ષે મામલો ત્યારે ગંભીર બની ગયો જ્યારે મોનિકાના પતિ રવિએ આશીષ સાથેની તેની સેક્સ ચેટ જોઈ લીધી. મોનિકાએ પૂછપરછમાં જણાવ્યું, એવુ લાગી રહ્યું હતું જાણે હું જેલમાં છું. દરેક બાબત પર નજર રાખવામાં આવી રહી હતી. તેઓ મારા જીવનને કંટ્રોલ કરવા માંગતા હતા. મને કોઈ પસ્તાવો નથી. મોનિકાએ દાવો કર્યો કે તેની સાસુ વીણા તેના પર નજર રાખતી હતી અને તેના કારણે ઘરમાં સતત ઝઘડા થતા હતા. તેના આવવા-જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. એ વાતની પુષ્ટિ રવિએ પણ કરી છે.

DCP (ક્રાઇમ) જોય તિર્કીએ જણાવ્યું કે, સેક્સ ચેટ જોયા બાદ ઘરના સભ્યોએ મોનિકાનો ફોન લઈ લીધો અને તેને ફીચર ફોન આપી દીધો. તેને કારણે ચેટિંગ તો અટકી ગઈ પરંતુ, મુલાકાતો અને ફોન પર વાતચીત ચાલતી રહી. ઘર વેચવાની વાત જાણવા મળતા મોનિકા ગુસ્સે થઈ ગઈ. સાસુ-સસરાને ઘર માટે 1.5-2 કરોડ રૂપિયા મળવાના હતા અને તેઓ એ પૈસાથી દ્વારકામાં ઘર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. ભાગીરથી વિહારમાં આટલા મોટા ઘરનો ખરીદદાર ના મળ્યો તો તેમણે અલગ-અલગ હિસ્સામાં વેચવાનો નિર્ણય કર્યો. ઘરના પાછળના હિસ્સાની પહેલી ડીલ 12 ફેબ્રુઆરીએ ફાઇનલ થઈ અને 5 લાખ રૂપિયા એડવાન્સ પણ લઈ લીધા.

તપાસ અધિકારીનો દાવો છે કે, મોનિકા પોતાના સાસુ-સસરા અને પતિને ઠેકાણે લગાવવા માટે ડિસેમ્બર 2022થી પ્લાન બનાવી રહી હતી. 20 ફેબ્રુઆરીએ તે આશીષને હોટેલમાં મળી અને મર્ડરનો પ્લાન તૈયાર કર્યો. મોનિકાનો પતિ અને સાસુ-સસરા દુકાન પર ગયા તો તેણે આશીષને છત પર સંતાડી દીધો. રાત્રે 10.30 વાગ્યે પરિવાર સૂઈ ગયો. આશીષે અડધી રાત્રે સવા એક વાગ્યે મોનિકાને ફોન કરી જણાવ્યું કે, તે હત્યા કરવા માટે ઉતરી રહ્યો છે. તેણે 2.12 વાગ્યે ફરી ફોન કર્યો અને જણાવ્યું કે કામ પૂરું થઈ ગયુ છે. સોમવારે સવારે 7 વાગ્યે ઘરેથી બે શવ જપ્ત કરવામાં આવ્યા. મોનિકા પાસેથી બે સિમ મળ્યા, જેમાંથી એક સિમથી તે માત્ર આશીષ સાથે વાત કરતી હતી. CCTV ફુટેજમાં આશીષ પોતાની બાઇક સાથે દેખાયો. પડોશીઓએ જણાવ્યું કે, વહુ અને સાસુ-સસરામાં ઝઘડો થતો રહેતો હતો. આ રીતે ડબલ મર્ડરનો રાઝ ખુલી ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp