દિલ્હી પોલીસ રેપ કેસમાં મંત્રીના પુત્રને પકડવા આવી હતી, ન મળ્યો તો નોટિસ ચિપકાવી

PC: amarujala.com

રાજસ્થાની ગેહલોત સરકારમાં મંત્રી મહેશ જોશીના પુત્ર રોહિતની ધરપકડ કરવા દિલ્હી પોલીસ શનિવારે મોડી રાત્રે જયપુર પહોંચી હતી. રોહિત પર યુવતી સાથે ઘણી વખત રેપ કરવાનો આરોપ છે. પોલીસ ટીમે મહેશ જોશીના ઘરની શોધખોળ કરી હતી, પરંતુ રોહિત ત્યાં મળ્યો નહોતો. અહીં નોકર અને મંત્રીની વહુ મળી આવી હતી.

કોંગ્રેસના મંત્રી મહેશ જોશીના ઘરની તપાસ પહેલા દિલ્હી પોલીસે જયપુર પોલીસને જાણ કરી હતી. આ પછી, જયપુર રેલ્વે સ્ટેશનની સામે સ્થિત મહેશ જોશીના ખાનગી નિવાસસ્થાન પર રવિવારે સવારે લગભગ 4 વાગ્યા સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. હવે ટીમ મહેશ જોશીના સત્તાવાર નિવાસસ્થાને સર્ચ કરશે.

દિલ્હી પોલીસે જણાવ્યું કે, રોહિત જોશી વિરુદ્ધ જયપુરની એક યુવતી દ્વારા દિલ્હીના સદર બજાર પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે રોહિતનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો ફોન સ્વીચ ઓફ હતો. રોહિત ન મળતા મંત્રીના ખાનગી આવાસ પર નોટિસ ચોંટાડવામાં આવી હતી. નોટિસમાં રોહિતને 18 મેના રોજ બપોરે 1 વાગ્યા પહેલા પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

8 મેના રોજ જયપુરની એક યુવતીએ મંત્રી મહેશ જોશીના પુત્ર વિરુદ્ધ દિલ્હીના સદર બજાર પોલીસ સ્ટેશનમાં બળાત્કાર, દુષ્કર્મ અને ધાકધમકી જેવી ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો. પીડિતાએ દિલ્હીમાં તેની સાથે બળાત્કારની પીડા વર્ણવી હતી. પીડિતાએ જણાવ્યું કે કેવી રીતે રોહિત તેની સાથે બળજબરીથી સંબંધ બાંધતો હતો. ના પાડવા છતા રોહિતે તેણીને પલંગ સાથે બાંધીને બળાત્કાર ગુજાર્યો અને અકુદરતી શારીરિક સંબંધ બાંધ્યો.

તે તેને હોટલ અને જાહેર સ્થળોએ મારતો રહ્યો. વિરોધ કર્યો તો તે તેના પિતાના પ્રભાવની ધમકી આપતો હતો. યુવતી રોહિતથી એટલી નારાજ હતી કે તેણે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. આ પહેલાં રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્ય દિવ્યા મદેરનાએ રાજસ્થાન પોલીસ પર સવાલો ઉઠાવ્યા હતા. ધારાસભ્ય દિવ્યા મદેરનાએ ટવીટ કરીને રાજસ્થાન પોલીસને ભીંસમાં લીધી હતી. દિવ્યાએ પૂછ્યું  હતું કે, રાજસ્થાન પોલીસ દ્વારા FIR કેમ નોંધવામાં આવી નથી? DGPએ FIR નોંધવાનો ઇનકાર કરનારા અધિકારીઓ સામે તાત્કાલિક ખાતાકીય તપાસનો નિર્દેશ આપવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp