બકરી ઈદ પર ડ્યૂટી પર ન આવેલા 36 પોલીસકર્મીને DCPએ સસ્પેન્ડ કરી દીધા

PC: cloudfront.net

એક તરફ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. સાથોસાથ આવી રહેલા તહેવારને લઈને વ્યવસ્થા જાળવવી તંત્ર માટે એક પડકારથી કમ નથી. પણ દિલ્હીમાં કોરોના વાયરસના કેસમાં થોડો ઘટાડો થતા આંશિક રાહત થઈ છે. પણ રાજધાની દિલ્હીમાં પોલીસ લાંબા સમયથી બકરી ઈદને લઈને તૈયારીઓ કરી રહી હતી. પણ કેટલાક પોલીસકર્મીઓ દિલ્હી નોર્થ વેસ્ટ ઝોનના DCPના ગુસ્સાનો ભોગ બન્યા છે.

દિલ્હીના DCP વિજયન્તા આર્યાએ આ પગલું ભર્યું છે. તેમણે જિલ્લાના 36 પોલીસકર્મીઓને સસ્પેંડ કરી દીધા છે. ઈદને ધ્યાને લઈને જિલ્લામાં તૈયારીઓ કરવા માટે ડ્યૂટી પર ન આવતા એમની સામે આ એક્શન લેવામાં આવ્યા છે. ઈદના તહેવારને ધ્યાને લઈને આ 36 પોલીસકર્મીઓને સવારે 5 વાગ્યે આપવામાં આવેલા પોઈન્ટ પર ડ્યૂટીમાં હાજર થવાનું હતું. પણ તેઓ ડ્યૂટી પર આવ્યા ન હતા. ત્યાર બાદ DCP વિજયન્તા આર્યાએ પગલાં લેતા 36 પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દીધા હતા. કોરોના વાયરસના સંકટને કારણે દિલ્હીની જાણીતી જામા મસ્જીદમાં નમાજ અદા કરવા માટે લોકોએ વારંવાર મસ્જિદ તંત્ર પાસે સોશિયલ ડિસ્ટન્સ સાથે નમાજ અદા કરવા માટેની અપીલ કરી હતી.

જામા મસ્જીદમાં તહેનાત પોલીસ કર્મીઓએ થર્મલ સ્ક્રિનિંગ કર્યા બાદ જ લોકોને અંદર પ્રવેશ આપ્યો હતો. જોકે, જામા મસ્જીદમાં મિશ્રિત તસવીર જોવા મળી હતી. કેટલાક લોકો સોશિયલ ડિસ્ટન્સ રાખીને બંદગી કરતા હતા તો કોઈ એ આ નિયમ પાળ્યો જ નહીં. આગળ બેઠેલા લોકોએ એકબીજા વચ્ચે અંતર રાખીને બંદગી કરી હતી. પણ પાછળ બેસી રહેલા લોકો એકબીજાથી નજીક નજીક બેઠા હતા. દિલ્હી સહિત દેશમાં 15 ઓગસ્ટ અને રામજન્મભૂમિ પૂજનને તથા તહેવારને લઈને આતંકી હુમલાના ઈનપુટ મળતા દિલ્હી પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. સમગ્ર દિલ્હીમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. 36 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવાતા સમગ્ર દિલ્હી પોલીસ બેડામાં ચર્ચા થઈ રહી છે. 15 ઓગસ્ટને ધ્યાને લઈને દિલ્હીમાં અનેક પોઈન્ટ પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. દરેક વાહનોનું ચેકિંગ તથા ચાલકની પૂછપરછ કરવામાં આવી રહી છે. ડ્યૂટી પ્રત્યે અન્ય પોલીસકર્મીઓ કોઈ રીતે બેદરકાર ન રહે એ માટે આ પગલું લેવામાં આવ્યું છે. દિલ્હી DCPના આ નિર્ણયથી સમગ્ર પોલીસ વિભાગમાં આ નિર્ણયની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp