સ્મૃતિ ઈરાનીની કારને ઓવર ટેક કરી તો ખૈર નથી, ચાર વિદ્યાર્થી વિરુદ્ધ ચાર્જશીટ

PC: theweek.in

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો રોફ જબરદસ્ત છે. તેઓ મંત્રી કરતાં પણ સુપર મંત્રી છે. પત્રકારોથી લઈ અન્ય તમામ ક્ષેત્રોમાં પોતાનો પગદંડો જમાવવાની કોશિશ કરતા રહે છે ત્યારે પોતાની કારને ઓવર ટેક કરનારા વિદ્યાર્થીઓ વિરુધ્ધ કાર્યવાહી કરવા માટે તેઓ આકરા પાણીએ પહોંચી ગયા છે. સ્મુતિ ઈરાની ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે. 

આઈપીસીની અલગ અલગ કલમોના આધારે દિલ્હીના ચાર વિદ્યાર્થીઓ વિરુધ્ધ સ્મૃતિ ઈરાનીની કારને ઓવર ટેક કરવાના મામલે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે.
દિલ્હીના ચાર વિદ્યાર્થીઓ વિરુધ્ધ 354-D (પીછો કરવો) અને 509( મહિલા વિરુધ્ધ આપત્તિજનક શબ્દ પ્રયોગ કરવા)ની કલમ લાગુ કરવામાં આવી છે. 2017માં આ બનાવ બન્યો હતો. મિત્રના ઘરે બર્થ ડે પાર્ટીમાં પાછા ફરી રહેલા અને દારુના નશામાં હોવાનું મનાતા ચાર વિદ્યાર્થીઓએ પોતાના ઘરે પાછા ફરતી વખતે સ્મૃતિ ઈરાનીની કારનો પીછો કર્યો હતો અને કારને ઓવર ટેક કરી હતી.

સ્મૃતિ ઈરાનીએ દિલ્હીની પીસીઆર વાનને બોલાવી હતી અને ચારેય વિદ્યાર્થીઓને પોલીસના હવાલે કર્યા હતા. પોલીસને મંત્રીના સ્ટાફે કોલ કર્યો હતો અને દિલ્હીના મોતીબાગ વિસ્તારના ફ્લાય ઓવર બ્રિજ પર ઓવર ટેક કરવાનો પ્રયાસ કર્યો હતો.

સ્મૃતિ ઈરાનીના સ્ટાફે પોલીસને કોલ કરતા યુએસ એમ્બેસી નજીક કારને આંતરી લઈ વિદ્યાર્થીઓને આતંકવાદીની જેમ ઝબ્બે કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ચારેયનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. 18થી 21 વર્ષના ચારેય યુવાનો દિલ્હી યુનિવર્સિટીની મોતીલાલ કોલેજના વિદ્યાર્થીઓ છે.

વિદ્યાર્થીઓએ અનેક વખત માફી માંગી હોવા છતાં સ્મૃતિ ઈરાનીએ માફી આપવાનો ઈન્કાર કર્યો હતો અને કારને ઓવર ટેક કેમ કરી તેવા પ્રશ્નો પૂછ્યા હતા અને તતડાવી નાંખ્યા હતા. મહિલા સાથે ગેરવર્તુણૂંક કરો છે અને આવું કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહી તેવું ઈરાનીએ તે વખતે જણાવ્યું હતું. જે કંઈ પણ બન્યું તેના માટે અમે સ્મૃતિ ઈરાનીની માફી માંગી છે પરંતુ તેમણે આખીય વાતને નિર્દયતાથી ઉડાવી દીધી છે. ભાજપ સરકારના મંત્રી પાસે આવી જ અપેક્ષા રાખી શકાય છે એવું એક વિદ્યાર્થીએ કહ્યું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp