ચીન હવે પાકિસ્તાની આતંકવાદીઓના સહારે, તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા

PC: zeenews

દેશની રાજધાની દિલ્હીમાંથી પકડાયેલા જૈશ- એ -મહંમદના બંને આતંકવાદીઓનું લોકેશન ઘણી વખત ચીન બોર્ડર પર મળ્યું છે. આ પછી દિલ્હી પોલીસ સ્પેશ્યલ સેલે ચીનના અધિકારીઓ આતંકવાદીઓ સાથે સંપર્કમાં છે કે નહીં એની તપાસ શરૂ કરી દીધી છે. દિલ્હીમાંથી પકડાયેલા જૈશ એ મહંમદ આતંકી સંગઠનના બે આતંકીને શુક્રવારે દિલ્હીની પટિયાલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

આ દરમિયાન કોર્ટે બંને આતંકીઓને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા હતા. આતંકીઓને રજૂ કરતી વખતે પોલીસે જણાવ્યું હતું કે, પોલીસ વિભાગ એના ફોનના ડેટાનું વિશ્લેષણ કરવા માગે છે. દિલ્હીમાં જ છુપાયેલા આતંકીના ત્રીજા સાથીને ઝડપી લેવા માટે આ રિમાંડ જરૂરી છે. જૈશ એ મહંમદના બંને આતંકી લતીફ અને અશરફને 16 નવેમ્બરના રોજ દિલ્હીના મિલેનિયમ પાર્ક પાસેથી પકડી લેવામાં આવ્યા હતા. જેઓ દિલ્હીમાં અનેક સ્થળે હુમલો કરવા માટે કાવતરૂ ઘડી રહ્યા હતા. એટલું જ નહીં કેટલાક VVIP વ્યક્તિઓ પણ એના ટાર્ગેટ પર હતા. બંને એક વોટ્સએપ ગ્રૂપમાં સભ્ય હતા. જેમાં પાકિસ્તાન ક્નેક્શન હોવાનું જાણવા મળ્યું છે. જ્યાંથી આ બંને વ્યક્તિઓને આદેશ આપવામાં આવતા હતા. આ બંને આતંકીઓના દેવબંદ સાથેના ક્નેક્શન સામે આવ્યા છે. દિલ્હીમાંથી પકડાયેલા જૈશના આંતકવાદી દેવબંદના કેટલાક વ્યક્તિઓના સંપર્કમાં હતા. જેઓ જેહાદ નામના એક વોટ્સએપ ગ્રૂપમાં જોડાયેલા હતા. આ ગ્રૂપમાં માત્ર દેવબંદ, દિલ્હી અને તેલંગણાના યુઝર્સ જ સામિલ છે. પકડાયેલા જૈશના આતંકવાદીઓ દેવબંદમાં પણ રોકાયા હતા. દિલ્હી પોલીસ સ્પેશ્યલ સેલની ટીમ દેવબંદ ક્નેક્શન અંગે પણ તપાસ શરૂ કરી રહી છે. આ કેસમાં પોલીસ કોઈ મોટો ખુલાસો કરી શકે છે.

દિલ્હી પોલીસ સ્પેશ્યલ સેલ ડીસીપી સંજીવ યાદવના જણાવ્યા પ્રમાણે એની ટીમ આતંકી પ્રવૃતિઓ પર નજર રાખી રહી છે. તા. 16 નવેમ્બરે આ ટીમને આતંકીઓ અંગે ચોક્કસ ઈનપુટ મળ્યા હતા. એવી પણ માહિતી હતી કે, તેઓ સરાય કાલે ખાં વિસ્તારમાં આવવાના છે. ત્યાંથી તેઓ નિઝામુદ્દિન વિસ્તારમાં જવાના છે. આ જાણકારી મળતા એક ખાસ ટીમ તૈયાર કરવામાં આવી હતી. કાલે ખાં મિલેનિયમ પાર્ક નજીક એક ચોક્કસ યોજના ગોઠવીને બંનેની ધરપકડ કરવામાં આવી હતી. આ બંને વ્યક્તિઓ પાસેથી પિસ્તોલ, 10-કારતુસ, બે મોબાઈલ, કપડાંથી ભરેલો થેલો, આઈડી કાર્ડ તથા અન્ય સામાન જપ્ત કરાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp