નશામાં ચૂર યુવતીએ અડફેટમાં લીધી ત્રણ ગાડી, મહિલાનું મૃત્યુ, બાળકીની હાલત નાજુક

PC: ndtvimg.com

રાજઘાની દિલ્હીમાં હિટ એન્ડ રનના કેસ સતત વધી રહ્યાં છે. ઝડપથી કાર ચલાવાની સાથે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો મામલો દિલ્હીના પંજાબની સામે આવ્યો છે. પંજાબી બાગ ફ્લાઈઓવરની પાસે ત્રણ ગાડીઓ એકબીજા સાથે ટકરાય હતી. એક ગાડીમાં એક પરિવારનાં આઠ લોકો હતા, જેમાં એક મહિલાનું મોત થઈ ગયું છે અને તેની દિકરી અત્યારે જીદંગી અને મોતની સામે લડી રહી છે. ઘટના દિલ્હીના પંજાબ બાગ ફ્લાઈઓવર પર રાતે લગભગ સાડા 10 વાગ્યાની છે. જે ગાડીએ ટક્કર મારી હતી તે ગાડીને એક છોકરી ડ્રાઈવ કરી રહી હતી અને છોકરી નશાની હાલતમાં હતી તેવું જણાવામાં આવી રહ્યું છે.

આ ઘટનામાં એક મહિલાની મોત થઈ ગઈ જ્યારે એક છોકરી અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે. જેને શાલીમાર બાગના ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. એક પરિવારના આઠ સભ્યો ગાડીમાં સવાર હતા અને ઘરે જઈ રહ્યાં હતા. ત્યારે અચાનક ડિવાઈડર તોડતી એક ગાડી જેમાં બે છોકરીઓ અને બે છોકરાઓ હતા, તેમની ગાડી સાથે જોરથી ટકરાઈ થયો. ગાડીની સ્પીડ એટલી હતી કે 38 વર્ષની પૂનમએ ઘટના સ્થળે દમ તોડી દીધો.

આ ઘટનાની સૂચના આપનાર કપિલે જણાવ્યું કે, ગાડીની સ્પીડ એટલી હતી કે તે ડિવાઈડરને તોડીને અમારી ગાડી સાથે અથડાઈ. ગાડીમાં બે છોકરીઓ અને બે છોકરાઓ હતા. અમારી ગાડીમાં આઠ લોકો હતા. તેમની એક ગાડીએ ત્રણ ગાડીઓને ટક્કર મારી હતી. પૂનમ સરદાના (38)ની મૃત્યુ થયું છે અને દીકરીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા. તેની બંને આંખો ખરાબ થઈ જવાની સંભાવના છે.

પરિવારના જણાવ્યા અનુસાર, ટક્કર મારનારી ગાડીની ડ્રાઈવર સીટ પરથી છોકરીને બહાર નીકાળી હતી. ગાડીમાં હાજર ચાર લોકો નશાની હાલતમાં હતા. ટક્કર મારનારી છોકરી નશાની હાલતમાં હતી. પોલીસએ આરોપી છોકરીને અમે લોકો જઈએ એ પહેલા ભગાડી દીધી. આ કેસમાં પોલીસની પણ મિલીભગત છે. જે ગાડીએ ટક્કર મારી હતી તેમાં બે છોકરીઓ અને બે છોકરાઓ હતા અને ચારેય લોકોએ ડ્રિંક કર્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે આ તમામ લોકોની મેડિકલ તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે આ તમામ નશામાં હતા. પોલીસે આ કેસ નોંધી લીધો છે અને આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp