TikTok વીડિયો બનાવતી વખતે અચાનક ગોળી છૂટતા મિત્રનું થયું મોત

PC: tnwcdn.com

રાજધાની દિલ્હીમાં 19 વર્ષીય એક વ્યક્તિની તેના મિત્રએ કથિતરીતે ગોળી મારીને હત્યા કરી છે. આ ઘટના તે સમયે બની જ્યારે તે પિસ્તોલની સાથે મોબાઈલ એપ TikTok પર એક વીડિયો બનાવી રહ્યો હતો. પોલીસે રવિવારે આ જાણકારી આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે સલમાન પોતાના મિત્રો સોહેલ અને આમિરની સાથે કારથી ઈન્ડિયા ગેટ ગયો હતો. પાછા ફરતી વખતે કાર ચલાવી રહેલા સલમાનની બાજુમાં બેઠેલા સોહેલે એક દેશી પિસ્તોલ કાઢી. તેણે વીડિયો બનાવતી વખતે સલમાન પર નિશાનો સાધ્યો, પરંતુ પિસ્તોલમાંથી નીકળેલી ગોળી તેના ડાબા ગાલ પર લાગી.

પોલીસે જણાવ્યું હતું કે, આમિર Creta કારની પાછળની સીટ પર બેઠો હતો. આ ઘટના મધ્ય દિલ્હીના બારાખંભા રોડ પાસે આવેલા રણજીત સિંહ ફ્લાયઓવરની નજીકની છે. પોલીસે જણાવ્યું હતું કે, ઘટના બાદ બંને મિત્રો ગભરાઈ ગયા અને દરિયાગંજમાં સોહેલના સંબંધીના ઘરે ગયા અને લોહીવાળા કપડાં બદલ્યા. પછી સંબંધીની સાથે તે સલમાનને નજીકમાં આવેલી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ઘટના અંગે પોલીસે આર્મ્સ એક્ટ અને હત્યાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે આમિર, સોહેલ અને એક અન્ય વ્યક્તિ શરીફની ધરપકડ કરી હતી. પૂછપરછમાં જાણમા મળ્યું હતું કે, સલમાન ગાડી ચલાવી રહ્યો હતો. સોહેલ તેની બાજુમાં બેઠો હતો, જ્યારે આમિર પાછળની સીટ પર બેસીને TikTok મોબાઈલ એપ પર વીડિયો બનાવી રહ્યો હતો. વીડિયોમાં સોહેલે સલમાનના ગાલ પર પિસ્તોલ મુકવાની હતી. દરમિયાન ગોળી છૂટી ગઈ અને સલમાનનું મોત થઈ ગયું. શરીફ પર આરોપ છે કે, તેણે હત્યા બાદ પુરાવા છુપાવવામાં મદદ કરી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp