દિલ્હી-NCRમાં શ્વાસ લેવો થયો મુશ્કેલ, એર ક્વોલિટી ખતરનાક સ્તરને પાર

PC: twitter.com/ANI

રાજસ્થાનમાં ચાલી રહેલી ધૂળની આંધીને લીધે દિલ્હીમાં શ્વાસ લેવાનું મુશ્કેલ થઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે દિલ્હીમાં છેલ્લા ત્રણ મહિનામાં એક પણ દિવસ સારી એર ક્વોલિટીની નથી રહી અને રાજસ્થાનમાં પણ ચાલી રહેલી ધૂળની આંધીને લીધે દિલ્હી-NCRમાં પ્રદૂષણનું સ્તર વધી ગયું છે. દિલ્હીમાં હવા અને પ્રદૂષણનું સ્તર બુધવારે ખતરનાક રહ્યું હતું.

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આંકડા પ્રમાણે, બુધાવરે PM 10 દિલ્હીમાં 824ને પાર જતું રહ્યું. દિલ્હીમાં ઘણી જગ્યાઓ પર એર ક્વોલિટી ઈન્ડેક્ષ 891 પહોંચી ગયું હતું., જ્યારે 500 અંકો સુધી આવતા આવતા તે વધારે ખતરનાક થઈ જાય છે. તેનું કારણ રાજસ્થાનમાં ધૂળ ભરેલી આંધી હતી.

દિલ્હી-NCRમાં આવી સ્થિતિ 15 તારીખ સુધી રહેવાની આશંકા જતાવી છે. 400 થી 500ની વચ્ચેની સ્થિતિને ઘણી ખરાબ માનવામાં આવે છે. જ્યારે 800ની ઉપર રહેલું સ્તર ખતરનાક ગણાવી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp