દિલ્હીનો સૌથી વ્યસ્ત ટ્રાફિક ઇન્ટરસેક્શન પાણી પાણી, સેનાની મદદ માંગવામાં આવી

PC: hindustantimes.com

દિલ્હીમાં પૂરને કારણે બગડેલી સ્થિતિ વચ્ચે CM અરવિંદ કેજરીવાલે કહ્યું કે ITO બેરેજ સંબંધિત સમસ્યાનું નિરાકરણ ન આવતાં અમે તેને દૂર કરવા સેનાની મદદ માંગી છે. ITO બેરેજની સમસ્યા અને પૂરના કારણે સર્જાયેલી પરિસ્થિતિ અંગે મીડિયા સાથે વાત કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે અલગ-અલગ કારણોસર પાણી અલગ-અલગ વિસ્તારોમાં આવી ગયું છે.

 ITO બેરેજ, ઇન્દ્રપ્રસ્થ બેરેજ અને ITO બ્રિજ પણ, યમુના નદી પરનો 552 મીટરનો બેરેજ છે, જેની ટોચ પર પહાડગંજ-ગાઝિયાબાદ વિકાસ માર્ગ પર પુલ તરીકે પણ કામ કરે છે. યમુના દિલ્હીમાં 48 કિમી સુધી વહે છે, જેમાં વજીરાબાદ બેરેજથી 22 કિમીનો સમાવેશ થાય છે જ્યાં તે દિલ્હીથી ઓખલા બેરેજમાં પ્રવેશ કરે છે અને ત્યારબાદ તે હરિયાણામાં પ્રવેશ કરે છે.

કેજરીવાલે કહ્યું કે,ડ્રેનેજ રેગ્યુલેટર તૂટવાને કારણે ITO પર પાણી આવ્યું. તે જ સમયે, રાજઘાટ પરના નાળામાંથી પાણીનો બેકફ્લો અને અન્ય ઘણી જગ્યાએ ઓવરફ્લો થવાને કારણે, યમુના નદીનું પાણી રહેણાંક વિસ્તારોમાં ફેલાઈ ગયું છે. ઘણી જગ્યાએ યમુનાનું પાણી ઓવરફ્લો થવાને કારણે તે રહેણાંક અને અન્ય વિસ્તારોમાં પ્રવેશ્યું છે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે હવે યમુનાના પાણીથી દિલ્હીવાસીઓને રાહત મળવાની સંભાવના છે. તેમણે કહ્યુ કે, લોકોને ટુંક સમયમાં રાહત મળતી શરૂ થઇ જશે, પાણી હવે ધીમે ધીમે ઘટી રહ્યા છે. ગઇ કાલે યમુનાનું જળસ્તર 208.66 પર પહોંચી ગયું હતું, ત્યાંથી યમુના નદીના પાણી અહીં સુધી આવી ગયા છે. હવે ધીમે ધીમે પાણી જેમ જેમ નીચે આવતું જશે તેમ લોકોનો રાહત મળતી જશે.પૂર પ્રભાવિત વિસ્તારોમાં ભયને લઈને જાહેરાત કરવામાં આવી રહી છે. લોકોને જોખમ વિશે માહિતગાર કરવાનું કામ ચાલી રહ્યું છે.

દિલ્હીના મુખ્યમંત્રીએ એ એમ પણ કહ્યું કે અમારી ટીમો WHO બિલ્ડીંગ પાસેના ડ્રેનેજનંબર 12ના રેગ્યુલેટરને થયેલા નુકસાનને સુધારવા માટે ITO બેરેજ પર આખી રાત કામ કરી રહી હતી. હજુ પણ આ તિરાડમાંથી યમુનાનું પાણી શહેરમાં પ્રવેશી રહ્યું છે. સરકારે મુખ્ય સચિવને તેને ટોચની અગ્રતા પર લેવાનો નિર્દેશ આપ્યો છે. સાથે એમ પણ કહ્યું છે વધારેને વધારે લોકોને ઓછા સમયમાં રાહત આપવા માટે સેના અને NDRFની મદદ લેજો. કેજરીવાલે અધિકારીઓને કહ્યું છે કે આને તાત્કાલક સુધારવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp