ઉજ્જૈન મહાકાલના દર્શન કરવા જવાના છો? તો સમિતિનો આ મોટો નિર્ણય પહેલા જાણી લેજો

PC: bhaskar.com

જો તમે  ઉજજૈનમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કરવા માટે જવાનું વિચારી રહ્યા હો તો આ સમાચાર તમારા માટે ખાસ કામના છે. મહાકાલ મંદિર સમિતિએ એક મોટો નિર્ણય લીધો છે તે પહેલાં જાણી લેજો. તો મંદિર સમિતિએ એનો નિર્ણય લીધો છે કે મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં શ્રાવણના બે મહિનામાં શ્રદ્ધાળુઓ માટે પ્રવેશ બંધ રહેશે.

મહાકાલેશ્વર મંદિર મેનેજમેન્ટ સમિતિની રવિવારે બેઠક મળી હતી, જમાં કેટલાંક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરમાં અધિકમાસમાં શ્રાવણ શરૂ થતાં 4 જુલાઈથી 7 સપ્ટેમ્બર સુધીના બે મહિના માટે ગર્ભગૃહમાં પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહાકાલનો લડ્ડુ પ્રસાદ 40 રૂપિયા મોંઘો થઇ ગયો છે. શ્રાવણ મહિનામાં 66 દિવસ સુધી ગર્ભગૃહમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

મધ્ય પ્રદેશના ઉજ્જૈવમાં આવેલાવિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરમાં ભક્તોની સંખ્યા સતત વધી રહી છે. બીજી તરફ, મહાકાલ લોકની રચના બાદ, બાબા મહાકાલના દર્શન કરવા માટે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો આવે છે. આવી સ્થિતિમાં શ્રાવણ મહિના દરમિયાન ભક્તોને ગર્ભગૃહમાં પ્રવેશ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમિતિના અધ્યક્ષ કલેક્ટર કુમાર પુરુષોત્તમે જણાવ્યું હતું કે બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે સામાન્ય મુલાકાતીઓએ શ્રાવણ મહિનામાં બાબા મહાકાલના સગવડતાભર્યા દર્શન કરી શકે તેના માટે કાર્તિક મંડપમ અને ગણેશ મંડપમ સહિત અન્ય બેરીકેડીંગથી દર્શન કરાવવામાંઆવશે, જેથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઝડપથી ભગવાન મહાકાલેશ્વરના દર્શન કરી શકે. બીજી તરફ, અન્ય કાવડિયાઓ અને VIPને પણ ગર્ભગૃહમાં પ્રવેશ મળી શકશે નહીં.

સમિતિની બેઠકમાં  પ્રસાદના લાડુનો ભાવ વધારી દેવામાં આવ્યો છે. અત્યારે મહાકાલ મંદિરમાં લાડુ 360 રૂપિયે કિલો મળે છે, જે 40 રૂપિયા વધારીને કિલોએ 400 રૂપિયા ભાવ કરી દેવામાં આવ્યો છે. લાડુના ભાવ શ્રાવણ મહિનો શરૂ થાય તે પહેલા લાગૂ પડી જશે.

તેમણે કહ્યું કે કાશી વિશ્વનાથની તર્જ પર દર્શન માટે કોઈ વધારાની ફી રાખવામાં આવી નથી. પહેલાની જેમ જ વહેલી દર્શનની વ્યવસ્થા માટે નિયત ફી રહેશે. દર્શનાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને શૌચાલય, પીવાનું પાણી, શૂ સ્ટેન્ડ, લોકરની વ્યવસ્થા વધારવામાં આવશે જેથી શ્રદ્ધાળુઓને કોઈ અગવડતાનો સામનો ન કરવો પડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp