આ વ્યક્તિનો ફોટો જોઈને ધીરૂભાઈ પોતાના દિવસની શરૂઆત કરતા હતા

PC: amazonaws.com

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એન્યુલ જનરલ મીટિંગ(AGM) બીજી કંપનિઓની મીટિંગ કરતા અલગ હોય છે.  AGMમાં શેરધારક કંપની મેનેજમેન્ટને મળે છે. આ મુલાકાતમાં કેટલાંક લોકો સવાલો કરે છે, તો કેટલાંક જૂની યાદોને યાદ કરે છે. 5 જુલાઈએ થયેલી મીટિંગમાં ધીરૂભાઈ અંબાણી વિશે રસપ્રદ વાતો જણાવવામાં આવી હતી.

શેરધારકે જણાવ્યું હતું કે ધીરૂભાઈ અંબાણી પોતાના દિવસની શરૂઆત ઈશાનો ફોટો જોઈને કરતા હતાં. ત્યારથી લઈ અત્યાર સુધી ઈશાએ લાંબુ અંતર કાપ્યું છે અને તેના ભાઈ સાથે મળીને જિયો ઊભી કરી હતી.

ધીરૂભાઈ અંબાણીનું મૃત્યું 6, જુલાઈ 2002મા થયું હતું ત્યારે ઈશા 11 વર્ષની હતી. આજે ઈશા અંબાણી રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલના બોર્ડની સદસ્ય છે. તેને બિઝનેસમાં યુવા સંસ્કૃતિને આગળ વધારવાનો શ્રેય મળે છે.

ઈશાએ યેલ યુનિવર્સિટીમાંથી સાઉથ એશિયન સ્ટડી અને સાયકોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. ઉપરાંત તેણે ગ્રેજ્યુએટ સ્કુલ ઓફ બિઝનેસ, સ્ટેનફોર્ડથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ ડિગ્રી પણ મેળવી છે. ઈશા અંબાણીના લગ્ન આનંદ પિરામલ સાથે થવાના છે. આનંદ એ 'Piramal Enterprises'ના પ્રમુખ અજય પિરામલનો પુત્ર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp