શું બંગાળમાં વોટર બની ગયા છે બાંગ્લાદેશી ઘૂસણખોરો? જાણો શું છે હકીકત

PC: geo.tv

ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ 1971માં પૂર્વી-પાકિસ્તાન, પાકિસ્તાનથી અલગ થઈને બાંગ્લાદેશના રૂપમાં એક નવો દેશ બન્યો હતો. તે દરમિયાન ભારતના કેટલાક સરહદી રાજ્યો ખાસ કરીને આસામ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં બાંગ્લાદેશના લોકો પ્રવેશ કરી ગયા. જોકે, તેમની નિશ્ચિત સંખ્યા કેટલી હશે? તેને લઈને અલગ-અલગ દાવાઓ છે. ખાસ કરીને બંગાળ જેવા રાજ્યમાં ગેરકાયદે ઘૂસણખોરને લઈને રાજકારણ ચાલ્યા કરે છે, જ્યાં BJP અને સત્તાધારી TMCના અલગ-અલગ દાવા છે.

કેટલાક નેતાઓએ એવો પણ દાવો કર્યો છે કે, બાંગ્લાદેશમાંથી અપ્રવાસીઓનું આવવું સતત ચાલુ જ છે. પશ્ચિમ બંગાળ જેવા રાજ્યમાં પ્રશાસન તેમને ગેરકાયદેસરરીતે ઘૂસાડીને મતદાતા બનાવી રહ્યા છે, જેને કારણે રાજ્યની સત્તાધારી પાર્ટીને ચૂંટણીમાં ફાયદો મળે. બંગાળમાં વિપક્ષી દળ BJPના નેતા સતત દાવા કરતા આવ્યા છે કે, રાજ્યમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી થઈ છે અને NRC દ્વારા તેમને દેશની બહાર કરવામાં આવશે.

મીડિયા રિપોર્ટ અનુસાર, વર્ષ 1971 (કે જ્યારે પાકિસ્તાનથી અલગ થઈને બાંગ્લાદેશ એક અલગ દેશ બન્યો)થી 2019ની વચ્ચે થયેલી તમામ ચૂંટણીઓમાં મતદાતાઓના આંકડા અને બીજા 1971થી લઈને 2011ની વચ્ચે થયેલી ભારતની તમામ જનગણનાઓના આંકડાઓ તપાસવામાં આવતા એ જણાયું હતું કે, પશ્ચિમ બંગાળમાં કોઈપણ પ્રકારનો અવાસ્તવિક બદલાવ જોવા નથી મળ્યો, જેના આધાર પર એવો દાવો કરવામાં આવે કે બાંગ્લાદેશમાંથી આવેલા અપ્રવાસી લોકોને મોટાપાયે મતદાતા બનાવવામાં આવ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp