26th January selfie contest

દિલ્હી યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં ગુજરાત દંગાનો સમાવેશ થતા વિવાદ

PC: collegedunia.com

દિલ્હી યુનિવર્સિટીના અંડર ગ્રેજ્યુએશન સિલેબસને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મળી ગઈ છે. પરંતુ અંગ્રેજી અને ઈતિહાસના વિષયના અભ્યાસક્રમોને લઈને વિવાદ પણ ઊભો થયો છે. વિવાદની પાછળનું મુખ્ય કારણ છે અંગ્રેજી વિભાગનું એક પેપર, જેમાં ગુજરાતના વર્ષ 2002ના દંગાને કેસ સ્ટડી તરીકે અભ્યાસક્રમમાં દાખલ કરાયા છે. આ ઉપરાંત એલજીબીટી કોમ્યુનિટી સંદર્ભના એક આખા ચેપ્ટરને લઈને પણ અધ્યાપકોએ વિરોધ નોંધાવ્યો છે.

બીજી તરફ ઈતિહાસના પેપરમાંથી સૂફી સંત અમીર ખુશરોને અભ્યાસક્રમમાંથી બાકાત કરવા અને ડૉ. આંબેડર પર કરિકુલમ ઓછું કરવાની વાતને લઈને પણ વિવાદ વકર્યો છે. જોકે વિવાદ બાદ દિલ્હી યુનિવર્સિટીના સત્તાધિશોએ અભ્યાસક્રમની પુનઃસમીક્ષા કરવાનો વાયદો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે 20મી જુલાઈથી અન્ડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને આ અભ્યાસક્રમ ભણાવવામાં આવશે.

મહત્ત્વની વાત એ છે કે દિલ્હી યુનિવર્સિટીનો અભ્યાસક્રમ યુજીસીની ગાઈડલાઈન્સ પ્રમાણે તૈયાર કરવામાં આવે છે. ઉપરાંત મે અને જૂન મહિનામાં ચોઈસ બેસ્ડ ક્રેડિટ સિસ્ટમ પર આધારિત નવા અભ્યાસક્રમ માટે મળેલી મિટિંગ્સમાં યુનિવર્સિટીએ તમામ ફેકલ્ટીઝ પાસે સૂચનો મગાવ્યા હતા. ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીની તેના પર ચર્ચા થઈ હતી અને દિલ્હી યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં કોઈ પણ પ્રકારના વિવાદિત પુસ્તકો અથવા મુદ્દાઓનો સમાવેશ ન કરવાની પણ ચર્ચા થઈ હતી.

છતાં પણ અભ્યાસક્રમના જે મુદ્દાઓને લઈને વિરોધ થઈ રહ્યો છે એ મુદ્દા ખરેખર વિવાદિત છે કે કેમ એની સમીક્ષા કરવામાં આવશે અને એ મુજબ આખરી નિર્ણય લેવામાં આવશે. જોકે બીજા અન્ડરગ્રેજ્યુએટ વિષયોને લઈને કોઈ વિવાદ કે વિરોધ ઊભા નથે થયા.  

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp