26th January selfie contest

પાછળના દરવાજાથી DM સાહેબ પહોંચ્યા ક્લાસમાં, સરે પૂછ્યું- Who Are You?

PC: janadeshnews.in

બિહારના કટિહાર જિલ્લાની એક રસપ્રદ ઘટના સામે આવી છે. જિલ્લાના કલેક્ટર ઉદયન મિશ્રા અચાનક એક સ્કૂલના ક્લાસરુમમાં ચુપચાપ પ્રવેશ કરી ગયા હતા અને સૌથી છેલ્લી બેન્ચ પર વિદ્યાર્થીઓ સાથે બેસી ગયા હતા. તે સમયે નીતીશ નામના શિક્ષક ભૌતિકશાસ્ત્રનો વિષય ભણાવી રહ્યા હતા. જ્યારે તેમની નજર આ અજાણ્યા વ્યક્તિ પર પડી તો તેમણે તેમને પૂછ્યું હુ આર યૂ? આના પર જ્યારે કલેક્ટર સાહેબે પોતાનો પરિચય આપ્યો તો શિક્ષકની સાથે ક્લાસમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ પણ આશ્ચર્યચકિત થઇ ગયા. જોકે કલેક્ટર ઉદયન મિશ્રા ટીચરના ભણાવવાની શૈલીથી ઘણા પ્રભાવિત થયા હતા. તેમણે વિદ્યાર્થીઓને ગતિ વિશે પ્રશ્નો કર્યા હતા. વિદ્યાર્થીઓના સટીક જવાબો સાંભળી કટિહારના DM સાહેબ ઘણા ખુશ થયા હતા. આ દ્રશ્ય કુર્સેલાના અયોધ્યા પ્રસાદ વિદ્યાલયના સ્માર્ટ ક્લાસનું છે.

મુખ્ય સચિવના નિર્દેશ પર કટિહારના કલેક્ટર ઉદયન મિશ્રા સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ સ્કૂલોનું અચાનક નિરીક્ષણ કરવા નીકળ્યા હતા. DM સાહેબ જાતે કુર્સેલાના અયોધ્યા પ્રસાદ વિદ્યાલય પહોંચ્યા હતા. ત્યાં તેઓ પાછળના દરવાજાથી ચુપચાપ ક્લાસરુમમાં પ્રવેશ્યા હતા,અને છેલ્લી બેન્ચ પર જઈને વિદ્યાર્થીઓ સાથે બેસી ગયા હતા. હવે તેમની આ પદ્ધતિ અને ફિઝિક્સનો કલાસ લઇ રહેલા શિક્ષક નીતીશના વલણની ચર્ચા આખા પ્રદેશમાં થઇ રહી છે. કલેક્ટરે કહ્યું કે, સ્કૂલોમાં શિક્ષાની ગુણવત્તા અને વાંચન-લેખનની પદ્ધતિઓની ચકાસણી કરવા માટે આ મુજબ અચાનક નિરીક્ષણ વારંવાર કરવામાં આવશે. DM સિવાય અન્ય અધિકારીઓએ પણ જિલ્લાની સ્કૂલોમાં અચાનક જઈ નિરીક્ષણ કર્યું હતું.

કલેક્ટર સાહેબ સ્માર્ટ ક્લાસમાં શિક્ષકની ભણાવવાની પદ્ધતિથી અત્યંત પ્રસન્ન થયા હતા. તેમજ સ્કૂલની વ્યવસ્થાના પણ વખાણ કર્યા હતા. DMએ પોતાની સાથે ઉપસ્થિત અધિકારીઓની સાથે બપોરનું ભોજન કર્યું હતું. સોશિયલ મીડિયામાં વાયરલ આ ફોટાઓ પર જિલ્લાધિકારી ઉદયન મિશ્રાએ કહ્યું કે, આ સામાન્ય તપાસ પ્રક્રિયા છે અને આગળ પણ તે ચાલુ રહશે. જિલ્લામાં ચાલતી સ્કૂલોની શિક્ષણ વ્યવસ્થા વિશે માહિતી મેળવવા આવા અચાનક નિરીક્ષણ જરુરી છે. કટિહારના DM ઉદયન મિશ્રાના અચાનક નિરીક્ષણની આ પદ્ધતિના ઘણા વખાણ થઇ રહ્યા છે.

હકીકતમાં બુધવારે બિહારના મુખ્ય સચિવના આદેશ પર કટિહારના 59 પંચાયતોમાં અધિકારીઓએ સ્કૂલોમાં અચાનક નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન કટિહારના DM કુર્સેલા બ્લોકના અયોધ્યા પ્રસાદ વિદ્યાલયમાં નિરીક્ષણ કરવા ગયા હતા. તેઓ સ્કૂલના ઉપરના ભાગે ચાલી રહેલા સ્માર્ટ ક્લાસમાં પાછળના દરવાજાથી પહોંચ્યા હતા. તે સમયે ટીચર નીતીશ કુમાર ફિઝિક્સનો ક્લાસ લેતા હતા. DM સાહેબ પાછળની બેન્ચ પર ચુપચાપ વિદ્યાર્થીઓની જેમ બેસી ગયા હતા. આ દરમિયાન ટીચર નીતીશ કુમારની નજર DM પર પડી તો તેમણે તેમનો પરિચય માંગ્યો. કલેક્ટરે જ્યારે પોતાનો પરિચય આપ્યો તો ટીચર આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp