ડૉક્ટરોને ધમકાવી રહી છે મમતા, 43 ડૉક્ટરોએ આપ્યા રાજીનામાઃ સ્વાસ્થ્ય મંત્રી

PC: kamalsandesh.org/

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની સરકારી હોસ્પિટલમાં ડૉક્ટરો પર હુમલા બાદ હડતાલ પર ઉતરેલા ડૉક્ટરોના સમર્થનમાં દેશભરના ડૉક્ટરો એકજૂથ થઈને વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે. દિલ્હી, મુંબઈથી લઈને રાજસ્થાન, કેરળ, છત્તીસગઢ સહિત ઘણા રાજ્યોમાં તેનું મોટું સ્વરૂપ જોવા મળી રહ્યું છે. એવામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાનો સાધ્યો છે. તેમણે કહ્યું કે, ડૉક્ટરોને તેઓ ધમકાવી રહ્યા છે. તેમણે હડતાલ સમાપ્ત કરાવવા માટે પગલાં લેવા જોઈએ. ડૉ. હર્ષવર્ધન આજે મમતા બેનર્જીને પત્ર લખશે અને ડૉક્ટરોની હડતાલ સમાપ્ત કરવાની અપીલ કરશે.

ત્યાં બીજી તરફ બંગાળની બે અલગ-અલગ હોસ્પિટલોમાંથી કુલ 43 ડૉક્ટરોએ રાજીનામા આપી દીધા છે. નોર્થ બંગાળ મેડિકલ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, દાર્જિલિંગના 27 અને આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, કોલકાતાના 16 ડૉક્ટરોએ રાજીનામું આપી દીધું છે.

ડૉ. હર્ષવર્ધન શનિવારે દેશના તમામ મુખ્યમંત્રીઓને પત્ર લખીને હોસ્પિટલોમાં ડૉક્ટરોને સુરક્ષિત માહોલ પૂરો પાડવાની વિનંતી કરશે. તેમણે કહ્યું, દિલ્હીના જે ડૉક્ટર હડતાલ પર છે, તેમને અપીલ કરશે કે તેમણે જે શપથ લીધી હતી, તેને યાદ કરીને હડતાલ પાછી લઈ લે. ડૉ. હર્ષવર્ધને વધુમાં કહ્યું હતું કે, વિરોધની સાંકેતિક રીત હડતાલ ઉપરાંત બીજી પણ હોઈ શકે છે. સૌને અપીલ કે તેઓ હડતાલ પૂર્ણ કરે. સેફ એન્વાયરમેન્ટ ઊભું કરવાનો પ્રયત્ન હોવો જોઈએ.

AIIMSના રેસિડન્ટ્સ ડૉક્ટર્સ એસોસિએશન (RDA)ના 7 ડૉક્ટર્સનું ડેલીગેશન સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનને મળ્યું. તેમણે ડૉક્ટરોને આશ્વાસન આપ્યું કે, આ મામલામાં તેઓ મમતા બેનર્જીને પત્ર લખશે. સુરક્ષા માટે ગૃહમંત્રી અમિત શાહને પણ વ્યક્તિગત અનુરોધ કરશે. તેમણે ડૉક્ટર્સને અનુરોધ કર્યો છે કે, તેઓ પોતાની હડતાલ પાછી લઈ લે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp