શું કરિયાવર આપ્યા બાદ પણ દીકરીનો પિતાની સંપત્તિ પર અધિકાર છે? જાણો HCએ શું કહ્યુ

PC: indiatoday.in

લગ્નના સમયે કરિયાવર આપ્યા બાદ પણ દીકરીનો પિતાની સંપત્તિમાં અધિકાર હશે. બોમ્બે હાઇ કોર્ટની ગોવા બેન્ચે ‘ટેરજિન્હા માર્ટનિસ વર્સિસ મિગેલ રોસારિયો માર્ટનિસ એન્ડ અધર’ કેસમાં આ મહત્ત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. જસ્ટિસ એમ.એસ. સોનકે અરજીકર્તાની દીકરીની સંપત્તિને તેની સહમતી વિના ભાઈઓને ટ્રાન્સફર કરવાની ડીડ પણ રદ્દ કરી દીધી છે. બોમ્બે હાઇ કોર્ટે કહ્યું કે, આ વાતના કોઈ પુરાવા નથી કે, દીકરીઓને પૂરતું કરિયાવર આપવામાં આવ્યું છે. એ માની લેવામાં આવે કે, કરિયાવર આપવામાં આવ્યું હતું, તો તેનો અર્થ એ નથી કે પરિવારની સંપત્તિ પર તેનો અધિકાર નથી.

શું છે આખો કેસ?

આ આખો કેસ એક પરિવારના ઝઘડા સાથે જોડાયેલો હતો. 10 લોકોના પરિવારમાં 4 બહેનો અને 4 ભાઈ છે. સૌથી મોટી દીકરીએ અરજી દાખલ કરીને એક ડીડનો સંદર્ભ આપ્યો હતો, જેના દ્વારા તેમના દિવંગત પિતાએ તેને સંપત્તિનો ઉત્તરાધિકારી જાહેર કર્યો હતો. અરજીમાં 8 સપ્ટેમ્બર 1990ની એક બીજી ડીડનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેના દ્વારા તેની માતાએ પરિવારની એક દુકાનને બે ભાઇઓના નામે ટ્રાન્સફર કરી દીધી હતી. અરજીમાં આ ડીડને રદ્દ કરવાની માગ કરવામાં આવી હતી. સાથે જ એવી માગ પણ કરી હતી કે તેની મરજી વિના ભાઈઓને સંપત્તિ ટ્રાન્સફર ન કરવામાં આવે.

ભાઈઓએ શું આપી દલીલ?

બહેસ દરમિયાન ભાઈઓએ દલીલ આપી કે ચારેય બહેનોના લગ્નના સમયે પૂરતું કરિયાવર આપવામાં આવ્યું હતું. એવામાં ન તો અરજીકર્તા (મોટી બહેન) અને ન તો અન્ય ત્રણ બહેનોનું દુકાન અને કોઈ સંપત્તિ પર કોઈ અધિકાર છે. કેસ પહેલા ટ્રાયલ કોર્ટમાં ગયો અને પછી હાઇ કોર્ટ પહોંચ્યો. હાઇ કોર્ટે આ વાતને ધ્યાનમાં લીધી કે અરજીકર્તાએ કેસ, ડીડ ટ્રાન્સફરના 4 વર્ષ બાદ દાખલ કર્યો હતો, પરંતુ તેને કેસના 6 અઠવાડિયા પહેલા જ એ વાતની જાણકારી મળી હતી.

કોર્ટે એ વાત તરફ પણ ધ્યાન ખેચ્યું કે તેના ભાઈ એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા કે બહેનને ડીડ ટ્રાન્સફર બાબતે પહેલાથી જ જાણકારી હતી. બોમ્બે હાઇ કોર્ટની ગોવા બેન્ચે પોર્ટુગીઝ સિવિલ કોડના આર્ટિકલ 1867, 2184, 1565, 2177 અને 2016 પર કેસને પારખ્યો. આર્ટિકલ 1565માં કહેવામાં આવ્યું કે, પેરેન્ટ્સ કે ગ્રાન્ડપેરેન્ટ્સ વિના એક બાળકની સહમતી બીજા બાળકને ન તો સંપતિ વેચી શકે છે અને ન તો ભાડા પર આપી શકે છે. કોર્ટે માન્યું કે, આ આખા કેસમાં આર્ટિકલ 1565 અને 2177નું ઉલ્લંઘન થયું અને મોટી દીકરીના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp