સંબિત પાત્રાના મતે કોંગ્રેસ આર્થિક મંદીનો સામનો કરી રહી છે કારણ કે...

PC: facebook.com/pg/sambitswaraj/

ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અને પોતાના સ્ટેટમેન્ટને કારણે હંમેશાં ચર્ચામાં રહેલા સંબિત પાત્રાએ આર્થિક મંદીને લઇને કહ્યું હતું કે, કોંગ્રેસ આર્થિક મંદીનો સામનો કરી રહી છે, કારણ કે તેમના માટે પૈસા ભેગા કરનારા જેલમાં છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં ભાજપ સરકાર વિરુદ્ધ આર્થિક મંદીને લઇને વાતો થઇ રહી છે.

ત્યારે દેશમાં ચિંતાજનક આર્થિક હાલત સંબંધી ટિપ્પણીને લઇને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી પર નિશાનો સાધતા સંબિત પાત્રાએ કહ્યું હતું કે, એવું પ્રતીત થાય છે કે, તેઓ(સોનિયા ગાંધી) પોતાની પાર્ટીમાં આર્થિક મંદીની વાત કરી રહ્યા છે, કારણ કે તેના માટે પૈસા ભેગા કરનારા જેલના સળિયા પાછળ છે.

ઉલ્લેખનીય છે કે, સોનિયા ગાંધીએ પાર્ટીના મહાસચિવ, પ્રભારીઓ, પ્રદેશ અધ્યક્ષો, મુખ્યમંત્રીઓ અને ધારાસભ્ય દળના નેતાઓ સાથે બેઠક કરી હતી, જેમાં આર્થિક વ્યવસ્થાને લઇને ચિંતા વ્યક્ત કરી હતી.

સંબિત પાત્રાએ કહ્યું હતું કે, એવું પ્રતીત થાય છે કે, સોનિયા ગાંધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં આર્થિક મંદીને લઇને ચિંતિત છે, કારણ કે કોંગ્રેસ માટે પૈસા ભેગા કરનારા પી.ચિદમ્બરમ અને ડીકે શિવકુમાર બંને જેલના સળિયા પાછળ છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદી હોવા છતા ભારતીય અર્થવ્યવસ્થાનો આધાર મજબૂત છે અને સરકારે વિકાસ દર વધારવા માટે પગલાઓ ઉઠાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp