UPSC ટૉપર શાહ પત્રકાર પરિષદ સંબોધી રહ્યાં હતા અને મોબાઈલ છૂમંતર

PC: news18.com

બે દિવસ પહેલા જ જમ્મુ અને કાશ્મીરના IAS ટોપર શાહ ફૈસલએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. મહત્વનું છે કે, શુક્રવારે તેઓ એક પ્રેસ કોન્ફરન્સ કરવા માટે પહોંચ્યા હતા. અહીં તે તેમની ભવિષ્યની યોજનાઓ વિશે જણાવવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમનો મોબાઈલ ફોન કોઈક ઉઠાવી ગયું હતું. આ પ્રેસ કોન્ફરન્સ પછી ફૈસલ શાહ ચારેય બાજુ પોતાનો ફોન શોધી રહ્યા હતા પણ તેઓને ફોન મળ્યો નહોતો.

આવનાર લોકસભા ચૂંટણી અંગે વાત કરતા ફૈસલ શાહે જણાવ્યું હતું કે, તેઓ ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવે છે પરંતુ કઈ પાર્ટીમાં તેઓ જોડાશે તેને લઈને અત્યારે કંઈ જ જણાવ્યું નહોતું.

ફૈસલે રાજીનામું આપ્યા પછી કહ્યું હતું કે, તેઓ કાશ્મીરમાં થઇ રહેલી હિંસાનો વિરોધ કરે છે. ફૈસલે અલગાવવાદી હુરિયતમાં જોડાવાનો ઇનકાર કર્યો તેમજ કહ્યું હતું કે સરકારમાં મળેલા અનુભવનો રાજકારણમાં કંઈ જ ઉપયોગ કરી શકાતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp