AAPના ગુજરાતના ઉમેદવારે કહ્યુ- દારૂ પીવો એ ખરાબ વાત નથી, ડૉક્ટર-IAS પણ પીવે છે

PC: tv.9hindi.com

ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીમાં સોમનાથથી આમ આદમી પાર્ટી (AAP) ના એક ઉમેદવારે બુધવારે દાવો કરીને વિવાદને ઉભો કર્યો કે દારૂ પીવો એ ખરાબ વાત નથી. જગમાલે કહ્યું કે આખી દુનિયામાં લોકો દારૂ પીવે છે જ્યારે માત્ર ગુજરાતમાં જ તેના પર પ્રતિબંધ છે. તેમણે કહ્યું કે, મોટા ડોક્ટર, IAS અને IPS અધિકારીઓે પણ દારૂ પીવે છે.

જો કે, તેઓ લોકોને તેના વ્યસનથી દૂર રહેવા ચેતવણી આપે છે. AAP નેતા જગમાલ દ્વારા બુધવારે સાંજે કરવામા આવેલી આ ટીપ્પણીને લઈ શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગુજરાતને બદનામ કરવા અને દારૂના સેવનને પ્રોત્સાહન આપવા બદલ તેમની પાસેથી માફી માંગવાની માંગ કરી હતી.

ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાની સોમનાથ વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરાયેલા જગમાલે એક જાહેર સભાને સંબોધતા આ નિવેદન આપ્યું હતું. જગમાલે કહ્યું, દુનિયામાં 196 દેશ છે, જેમાં 800 કરોડ લોકો રહે છે. આ તમામ 196 દેશોમાં દારૂ પીવા પર આઝાદી છે. એકલા ભારતની વસ્તી 130-140 કરોડ છે, અને દેશભરમાં દારૂ પીવાની આઝાદી છે.

AAP નેતાએ કહ્યું કે, માત્ર 6.5 કરોડની વસ્તીવાળા ગુજરાતમાં જ દારૂ પર પ્રતિબંધ છે. આ સાબિત કરે છે કે દારૂ ખરાબ નથી. મોટા ડોક્ટર, IAS અને IPS ઓફિસરો દારૂનું સેવન કરે છે. જો કે, AAP નેતાએ ચેતવણી આપી હતી કે દારૂનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ગુજરાત બીજેપીના પ્રવક્તા યજ્ઞેશ દવેએ જગમાલની ટિપ્પણી સામે વાંધો ઉઠાવતા એક વીડિયો સ્ટેટમેન્ટ જારી કરીને કહ્યું કે જગમાલ વાલાએ પોતાની ટિપ્પણીથી રાજ્યને બદનામ કરવા બદલ ગુજરાતની માફી માંગવી જોઈએ.

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આમ આદમી પાર્ટી ભાજપના 27 વર્ષના શાસનને ખતમ કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. પાર્ટી પોતાના નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહી છે. પરંતુ પાર્ટીના ઉમેદવારે એવું કહીને રાજકીય હોબાળો મચાવ્યો કે દારૂ પીવો એ ખરાબ બાબત નથી, આખી દુનિયામાં લોકો દારૂ પીવે છે, માત્ર ગુજરાતમાં જ તેના પર પ્રતિબંધ છે. પરંતુ AAP નેતાના આ નિવેદન પર BJP પ્રહાર કરી રહી છે. ભાજપે AAPના ઉમેદવાર જગમાલથી માફી માંગવાની માંગ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp