શરાબના નશામાં શિક્ષક શાળાએ ગયો, વિદ્યાર્થીઓને માર્યા; કહ્યું- 'હું ડોન છું'

રાજસ્થાનના બાડમેર જિલ્લાના એક 'દારૂ પીધેલા શિક્ષક'નો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં તે નશામાં લથડતો અને ગામલોકોને ધમકાવતો જોવા મળે છે. એવો આરોપ છે કે, આ 'ગુરુજી' નશાની હાલતમાં શાળાએ પહોંચ્યા અને વિદ્યાર્થીઓને ફૂટપટ્ટીથી મારવાનું શરૂ કર્યું. જ્યારે ગ્રામજનોએ વિરોધ કર્યો, ત્યારે તેણે કથિત રીતે તેમની સામે 'સત્તાવાર ફરજોમાં દખલ' કરવાનો કેસ દાખલ કરવાની ધમકી આપી.
આ ઘટના ગુડામાલાની બ્લોકના કુકનો કી ઢાણીમાં આવેલી એક સરકારી પ્રાથમિક શાળામાં બની હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, જ્યારે ગ્રામજનોને શિક્ષક દારૂ પીને શાળાએ પહોંચ્યા અને બાળકોને માર માર્યાના સમાચાર મળ્યા ત્યારે તેઓ શાળાએ પહોંચ્યા અને શિક્ષક વિજય કુમારને પકડીને ખુરશી પર બેસાડ્યો. જ્યારે ગામલોકોએ શિક્ષકને કહ્યું કે, શિક્ષણ વિભાગના અધિકારીઓ શાળામાં આવી રહ્યા છે, ત્યારે શિક્ષકે કહ્યું, 'હું જ અહીંનો ડોન છું.'
જ્યારે વિજય કુમાર નામનો આ શિક્ષક શાળા છોડીને જઈ રહ્યો હતો, ત્યારે ગામલોકોએ તેને શાળા છોડીને જવા દીધો નહીં. તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓને આ અંગે જાણ કરવામાં આવી હતી. મીડિયા સૂત્રોના સમાચાર મુજબ, ગ્રામજનોએ જણાવ્યું કે શિક્ષક પાણીની બોટલમાં દારૂ લઈને આવ્યો હતો.
ગામલોકોનો આરોપ છે કે, શાળાના શિક્ષક વિજય કુમારે પાણીની બોટલમાં દારૂ ભેળવ્યો હતો. તેમનો દાવો છે કે, શાળામાંથી દારૂવાળી પાણીની બોટલો અને નાસ્તાના પેકેટ પણ મળી આવ્યા હતા. સ્થાનિક રહેવાસી, કેહરારામ કહે છે, 'જ્યારે અમે ગામની શાળામાં પહોંચ્યા અને શિક્ષકને બાળકોને મારવાનું કારણ પૂછ્યું, ત્યારે તેમણે અમારી સાથે પણ ખરાબ વર્તન કર્યું.' તેમણે આગળ કહ્યું કે, 'શુક્રવારે અલ્પુરા ગ્રામ પંચાયતની કુકનો કી ઢાણી પ્રાથમિક સરકારી શાળાના શિક્ષક વિજય કુમાર દારૂ પીને શાળાએ આવ્યા હતા. તેના હાથમાં પાણીની બોટલ હતી અને શિક્ષકે તેમાં દારૂ ભેળવ્યો હતો. વિજય કુમાર શાળાએ આવતાની સાથે જ બાળકોને લાકડીથી ફટકાર્યા હતા. માર મારવાના કારણે એક બાળક અને બીજા બાળકના હાથ પર પણ ઈજાના નિશાન હતા.'
અહીં, શિક્ષણ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. અધિકારીઓએ કહ્યું કે, તેઓ તેમની તબીબી તપાસ કરાવશે અને આ મામલાની તપાસ કરશે. આ મામલે મુખ્ય બ્લોક શિક્ષણ અધિકારી (CBEO) ઓમ પ્રકાશે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે પુષ્ટિ આપી કે, રિપોર્ટ મળ્યા પછી, પેડણના પંચાયત પ્રાથમિક શિક્ષણ અધિકારી (PEEO)ને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.
शराब पीकर स्कूल पहुंचा टीचर, बच्चों से की मारपीट, ग्रामीण स्कूल पहुंचे तो उन्हें धमकाने लगा, बोला- राजकार्य में बाधा का केस करूंगा#Barmer #बाड़मेर @madandilawar pic.twitter.com/3gp3mTLM1D
— VIJAY KUMAR (@vijaykumarbmr) January 31, 2025
શિક્ષક વિજય કુમારની તબીબી તપાસ કરવામાં આવશે. જો તે દારૂ પીધેલો મળી આવશે, તો નિયમો અનુસાર યોગ્ય શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp