પૂર્વ CJI DY ચંદ્રચુડે મતદાન કરી જાણો EVMના પ્રશ્ન પર શું કહ્યું?

PC: sci.gov.in

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તમામ 70 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. ભૂતપૂર્વ CJI DY ચંદ્રચુડે પણ તીન મૂર્તિ નજીક લાયન્સ વિદ્યા મંદિર માધ્યમિક શાળાના મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમની પત્ની કલ્પના દાસ પણ મતદાન કરવા માટે તેમની સાથે હતા. આ દરમિયાન પત્રકારોએ પૂર્વ CJIને EVM અંગે પ્રશ્નો પૂછ્યા. આના જવાબમાં તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે વારંવાર EVMની માન્યતાને સમર્થન આપ્યું છે.

જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું, 'મારું માનવું છે કે આપણી લોકશાહી ખૂબ જ પરિપક્વ છે અને લોકો તેમની જવાબદારીઓથી વાકેફ છે. તેઓ જાણે છે કે પોતાનું મતદાન કેવી રીતે કરવું... સુપ્રીમ કોર્ટે સતત, ઘણી વખત EVMની માન્યતાને સમર્થન આપ્યું છે. બંધારણીય બાબતોમાં સુપ્રીમ કોર્ટ છેલ્લો અવાજ છે, અને તેણે EVMની માન્યતાને સમર્થન આપ્યું છે. મને લાગે છે કે આપણે તેને સ્વીકારવું જોઈએ. આ સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે.'

ભૂતપૂર્વ CJIએ યુવાનોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી. તેમણે કહ્યું, 'યુવા મતદારોને મારો સંદેશ છે કે, તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. આ દરેક નાગરિકના જીવનમાં એક અસાધારણ અને મહત્વપૂર્ણ ઘટના છે. આપણું બંધારણ એવા થોડા બંધારણોમાંનું એક છે જે મતદાન કરવાની ઉંમરે પહોંચી ચૂકેલા દરેક નાગરિકને જન્મ સમયે મતદાન કરવાનો અધિકાર આપે છે...'

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે બુધવારે સવારે મતદાન શરૂ થયું. વહેલી સવારે ઘણા બૂથ પર લાંબી કતારો જોવા મળી હતી. મતગણતરી 8 ફેબ્રુઆરીએ થશે. દિલ્હીમાં સત્તાધારી આમ આદમી પાર્ટી, BJP અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો છે. AAP સતત ત્રીજી વખત ભારે બહુમતી સાથે સત્તામાં આવવાની કોશિશ કરી રહી છે. બીજી તરફ, BJP 1998થી દિલ્હીમાં સત્તાની બહાર છે. 1998થી 2013 સુધી સતત 15 વર્ષ સુધી સત્તામાં રહેલી કોંગ્રેસ, AAPના ઉદય પછી દિલ્હીમાં હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. તેઓ પણ પોતાનો ખોવાયેલો રાજકીય આધાર પાછો મેળવવા માટે પ્રયત્નશીલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp