ઈ-રિટેલર્સનો આરોપઃ પોલીસ હુમલાના લીધે 15000 લીટર દૂધ અને 10000 કિલો શાકભાજી નષ્ટ

PC: ndtvimg.com

ઈ-કોમર્સ કંપની જે કરિયાણાનો સામાન, ખાવા-પીવાની વસ્તુઓ ડિલિવર કરે છે તેમનો આરોપ છે કે પોલીસ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવે છે અને તેમને કારણ વિના હેરાન કરવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસ લોકડાઉનને કારણે કંપનીઓએ સરકારના હસ્તક્ષેપની માગ કરી છે. તેમનું કહેવું છે કે, આ રીતે રોકવા પર અને પોલીસતંત્ર દ્વારા હેરાન કરવા પર ખાવાપીવાની તાજી વસ્તુઓને ફેંકવી પડી અને ઘણી વસ્તુઓ નષ્ટ થઈ.

બિગ બાસ્કેટ, ફ્રેશ મેન્યૂ અને પોરટી મેડિકલના પ્રમોટર કે. ગણેશે જણાવ્યું કે, પાછલા થોડા દિવસોથી પોલીસ દ્વારા અપશબ્દો, મારપીટ અને ત્યાં સુધી કે ધકપકડ પણ કરવામાં આવી છે. જેને કારણે તેમના કામકાજ પર અસર પડી છે. તેમણે કહ્યું કે, લોકડાઉનનો નિર્ણય યોગ્ય છે. અમારું કામ આવશ્યક સેવાઓમાં આવે છે. અમે ખાવા-પીવાની વસ્તુઓ, દવાઓ જેવી વસ્તુઓની ડિલિવરી કરીએ છે. પણ કદાચ સરકારનો આવશ્યક વસ્તુઓને ડિલિવર કરવાનો નિર્ણય પોલીસ સુધી પહોંચ્યો નથી.

કે. ગણેશે કહ્યું કે, પોલીસકર્મીને ખ્યાલ જ નથી કે આ એક જરૂરી સેવા છે. ઘણાં અવસરો પર પોલીસકર્મી ખૂબ જ ખરાબ વ્યવહાર કરે છે. તેઓ ડિલિવરી કરનારને મારે પણ છે. એટલું જ નહીં અમારા હેલ્થ વર્કરની પણ ધરપકડ કરી લેવામાં આવી. લોકો તેમનો જીવ જોખમમાં રાખીને કામ કરી રહ્યા છે તો એવામાં પોલીસ તેમને ન મારે. દંડ કરી શકાય છે. જો લોકો ડરીને સેવા કરવાથી પીછે હઠ કરી દેશે તો અમે કામ કઈ રીતે કરીશું. જે લોકો જરૂરી સામાનની ડિલિવરી કરી રહ્યા છે તેમની સાથે મારપીટ નહીં કરવી જોઈએ.

ઓનલાઈન ગ્રોસરી રિટેલર ગ્રોફર્સ અને ફ્રેશ ટૂ હોમે કહ્યું કે, પોલીસ દ્વારા આ રીતના હસ્તક્ષેપનો સામનો તેમણે પણ કરવો પડી રહ્યો છે. તેમના આ રીતના હસ્તક્ષેપને કારણે ખાવાની વસ્તુઓ નષ્ટ થઈ છે. પોલીસ સામાન્ય લોકોમાં અને ડિલિવરી કરનારાઓમાં ફર્ક સમજી શકી નથી. ગ્રાહકે સંદેશો આપતા ગ્રોસરી અને મિલ્ક ડિલિવરી વેબસાઈટ મિલ્ક બાસ્કેટે જણાવ્યું કે, તેમણે મજબૂરીમાં 15000 લીટર દૂધ ફેંકવું પડ્યું અને 10000 કિલો શાકભાજી પણ નષ્ટ થયું.

તેમણે જણાવ્યું કે, ગુડગાવ, નોઇડા, હૈદરાબાદમાં દૂધની ડિલિવરી નહીં કરી શકીએ. ટેક અવે રેસ્ટોરાં પણ આ રીતનો જ સામનો કરી રહી છે. બેકિંગ બેડના ફાઉન્ડર અરુણ જાયસવાલે પણ કંઇક આ રીતે જ પોલીસ પર આરોપ લગાવ્યા છે. જાયસવાલે કહ્યું કે, ઈસ્ટ ઓફ કૈલાશ અને સાઉથ દિલ્હીમાં ડિલિવરી કરનાર વ્યક્તિએ પોલીસના લાઠીચાર્જનો સામનો કરવો પડી રહ્યો છે. ફોન પણ છીનવી લેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp