આ જગ્યાએ શરૂ થશે દેશની પહેલી E-વોટર ટેક્સી

દેશની પહેલી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી હવે મુંબઈમાં દોડવા જઈ રહી છે, જે ગેટવે ઓફ ઈન્ડિયા અને જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ (JNPT) વચ્ચે દોડશે. JNPTના કર્મચારીઓને આ સેવાનો લાભ મળશે.
મુંબઈવાસીઓ માટે એક નવા સારા સમાચાર આવ્યા છે. ટૂંક સમયમાં દેશની પહેલી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી સેવા મુંબઈમાં શરૂ થવા જઈ રહી છે. આ ટેક્સી ગેટવે ઓફ ઈન્ડિયા અને જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ (JNPT) વચ્ચે દોડશે, જે JNPT કર્મચારીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ પહેલથી મુંબઈનું ગૌરવ વધુ વધશે તેવી અપેક્ષા છે.
અહીં તમને જણાવી દઈએ કે, માઝગાંવ ડોક શિપબિલ્ડીંગ લિમિટેડ (MDL) અને JNPT વચ્ચે થયેલા કરાર પછી, આ સેવા આવતા મહિનાથી નિયમિત રીતે શરૂ થશે. આ વાહનવ્યવહારનો એક નવો વિકલ્પ હશે, જે મુંબઈની વધતી જતી ટ્રાફિક સમસ્યાને ઉકેલવામાં મદદરૂપ બનશે. જળમાર્ગોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે.
મુંબઈમાં ટ્રાફિક જામ એ એક બહુ મોટી સમસ્યા છે અને તેના ઉકેલ માટે જળમાર્ગો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. અગાઉ પણ વોટર ટેક્સી અને રો-પેક્સ ફેરી સેવાઓ શરૂ કરવામાં આવી હતી, પરંતુ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ અને મોંઘા ટિકિટ દરોને કારણે આ સેવાઓને ખાસ સફળતા મળી ન હતી. આના કારણે, ઇલેક્ટ્રિક વોટર ટેક્સીની સુવિધા ઉભરી આવી છે, જે આર્થિક રીતે અને પર્યાવરણની દ્રષ્ટિએ પણ ફાયદાકારક રહેશે.
અહીં તમને જણાવી દઈએ કે, શરૂઆતમાં આ ઇલેક્ટ્રિક વોટર ટેક્સી વિદેશથી આયાત કરવાની યોજના હતી, પરંતુ આખરે 'MDL'એ તેનું ઉત્પાદન જાતે કરવાનું નક્કી કર્યું. તેમણે સફળતાપૂર્વક બે ઇલેક્ટ્રિક વોટર ટેક્સીઓ બનાવી છે, જે મુંબઈકરોને પરિવહનનો એક નવો વિકલ્પ પૂરો પાડશે.
અહીં તમને જણાવી દઈએ કે, E-વોટર ટેક્સીની લંબાઈ 13.27 મીટર અને પહોળાઈ 3.05 મીટર છે, અને તેમાં 25 મુસાફરોની બેસવાની ક્ષમતા છે. તેની બેટરી 64 કિલોવોટની છે, જે એક વાર ચાર્જ કર્યા પછી 4 કલાક સુધી ચાલી શકે છે. તેની મહત્તમ ગતિ 14 નોટ હશે. આ ટેક્સીમાં એર કન્ડિશન્ડ (AC) સુવિધા પણ ઉપલબ્ધ હશે, જે મુસાફરોને આરામદાયક મુસાફરીનો અનુભવ આપશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp