26th January selfie contest

દેશમાં ફરી એક વખત નોટબંધી જેવું તોફાન આવી રહ્યું છે

07 Dec, 2017
08:31 PM
PC: intoday.in

અરુણ જેટલી ગુજરાતના સાંસદ છે અને દેશના નાણાં મંત્રી છે. તેમના એક પછી નિર્ણયો લોકોને પરેશાનીમાં મુકનારા બની રહ્યાં છે. કારણ કે તેમણે નોટબંધી અને જીએસટી કાયદાઓ લાવીને પ્રજાને ભારે પરેશાન કરીને ભાજપને મુશ્કેલીમાં મૂકી દીધો છે. હવે ફરી એક વખત એવો કાયદો તેઓ લાવી રહ્યાં છે. જે તમારા નાણાં જ ગુમ કરી દેવાનો કાયદો છે.

Loading...

એક એવો ખતરનાક કાયદો આવી રહ્યો છે કે તમારા નાણાં બેંકમાં પડેલાં હોય છતાં તે નાણાં બેંક પરત ન પણ કરે તો તમે કંઈ જ નહીં કરી શકો. બેંક પુછશે પણ નહીં અને નાણાં પોતાની પાસે રાખી લેશે.

નાણાકીય ઠરાવ અને ડિપોઝિટ ઇન્શ્યોરન્સ બિલ, ( FRDI ) 2017એ નાણાકીય સુધારા બિલ છે જે સામાન્ય માણસને વધારે પરેશાન કરે તેવું છે.
2017ના જૂનમાં, ભારત સરકારે બિલને રજૂ કરવાની મંજુરી આપી દીધી હતી. જે બેંક નબળી પડતી જણાય તેના માટે આ કાયદો લાવવામાં આવી રહ્યો છે. સૌથી વધારે અસર બચત ખાતા ધરાવનારાઓને થવાની છે. તેથી અમદાવાદમાં કેટલીંક બેંકોના ખાતેદારોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. બેંકમાં જમા પડેલી રકમ કે ડિપોઝીટ બેંક પોતે તે ન આપે તો પણ તેની સામે ખાતા ધારક કંઈ નહીં કરી શકે એવી જોગવાઈ આ કાયદામાં છે.

જો કોઈ બેંક નાણાં ચૂકવવામાં નિષ્ફળ જાય કે બેંક ફડચામાં જાય તો બચત ખાતામાં રાખેલી રકમ જે તે બેંકને ઉપયોગ કરવાની છૂટ આપી દેવાશે. બેંક પોતે તે રકમ વાપરી શકશે. બેંકમાં જમા રહેલાં રૂ.1 લાખ સુધીની રકમ પર વીમો મળી શકે છે. પણ હવે તે જોગવાઈ પણ નહીં રહે. સરકારી બેન્કો, ખાનગી બેન્કો અને વીમા એજન્સીઓને તમારા પૈસા ઉપર વધુ સત્તા આ કાયદો અપાશે. જેનો ઉપયોગ બેંકને બચાવવા અથવા તેની જવાબદારી ઘટાડવા માટે થશે. આમ બેંક ફડચામાં જાય તો તેની નાણાકીય જવાબદારી સીધી સરકારની બનવાના બદલે હવે સરકાર તમારા નાણા પર જ રમશે. આમ થતાં બેંક પરનો પ્રજાનો ભરોસો તૂટશે. અમદાવાદની કેટલીક સહકારી બેંકોમાં હાલ આ બાબત ઘણી ગરમગરમ બની છે. લોકો હવે બેંક પરથી ભરોસો ગમાવે તો ફરી એક વખત માધુપુરા બેંક પછી થયું હતું એવું થઈ શકે છે.

FRDI વિધેયકની કલમ 52 એવી છે કે જેની જોગાવીઓ મુજબ બેંક રૂ.1 લાખના વીમાને રદ કરી શકે છે. હાલ આ રકમ સુરક્ષિત છે. આ બાબતમાં કોઈ પણ બેંક એવી જાહેરાત કરી શકે છે કે, તે તમને કોઈ પણ નાણાં આપવા બંધાયેલી નથી.

બેંકમાં બાંધી મુદતની રકમ સાથે ચોક્કસ સમય માટે બચત કરી હોય (જેમ કે 5, 10, 15 વર્ષ) પછી તેને કોઈ પણ બેંક નવા કાયદા મુજબ લૉક-ઇન પિરિયડ (એફડીમાં)નો સમયગાળો બદલી શકે છે. તે અંગે તમને કંઈ નહીં કહે. નાણાં તમે લેવા જાઓ ત્યારે ખબર પડે કે તમારી બાંધી મૂદતની રકમ તમને મળશે નહીં કારણ કે તે રકમ બીજા અમુક વર્ષ સુધી ફરીથી બાંધી મુદત માટે રાખી દેવામાં આવી છે. તમે તે રકમ ઉપાડી નહીં શકો.

બિલમાં થાપણદારોને રકમ આપવામાં બેંકને મુક્તિ આપવામાં આવી શકે છે. તમારી બેંક તમારી બચતને ફિકસ્ડ ડિપોઝિટમાં મૂકી શકે છે. તેનાથી એવું પણ થઈ શકે છે કે જે વ્યાજ બચત ખાતામાં મળે છે તે વ્યાજ ઘટી જશે. વળી કાયદાની કઠોરતાં એ છે કે તમે આ ફેરફારને કાયદાકિય રીતે પડકારી પણ ન શકો.
અધિકાર ઉપરની તરાપ છે, આ કાયદો છે. મોટી કંપનીઓએ જે લોન લીધી છે તેના ઉપર ખરેખર તો પગલાં લેવાની જરૂર છે. કારણ કે તે બેંકોને અબજો રૂપિયા ચૂકવતી નથી. તેમ કરવાના બદલે મજૂરી કરીને બેંકમાં થોડીઘણી બચત કરનારની બચત ખાઈ જવા મોદી સરકાર તરાપ મારી રહી છે.

 

 

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.

Loading...