એકનાથ શિંદેના ગ્રુપને બંને હાથમાં લાડું! ભાજપ અને શિવસેનાએ આપી આ ઓફરો

PC: khabarchhe.com

મહારાષ્ટ્રમાં બળવો કરનારા ધારાસભ્યોને આ સમયે દરેક તરફથી સારી ઓફર મળી રહી છે. આસામના ગુવાહાટીમાં રોકાયેલા બધા ધારાસભ્યોને પાછા બોલાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એવામાં ભારતીય જનતા પાર્ટી (BJP) હોય કે પછી શિવસેના બંને પાર્ટીઓ તરફથી બળવો કરનારા ધારાસભ્યોને સારા પ્રસ્તાવ આપવામાં આવી રહ્યા છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, ધારાસભ્યોએ ગુવાહાટીથી સંવાદ ન કરવો જોઈએ, તેઓ પાછા મુંબઈ આવે અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે આ મુદ્દા પર ચર્ચા કરે.

તેમણે કહ્યું કે, અમે બધા ધારાસભ્યોની ઈચ્છા પર મહાવિકાસ અઘાડી (MVA) ગઠબંધનમાંથી બહાર નીકળવા તૈયાર છીએ, પરંતુ તેના માટે તેમણે અહીં આવવું પડશે અને મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવી પડશે. એ સિવાય ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે પણ એકનાથ શિંદેને ઓફર આપી છે. માનવામાં આવી રહ્યું છે કે, ભાજપે સરકાર બનાવવાનો પ્રસ્તાવ આપતા શિંદે ગ્રુપને ઓફર આપવામાં આવી છે કે તેમને સરકારમાં સારા મંત્રાલય સોંપીશું. એકનાથ શિંદેને NDAના પક્ષમાં લાવવા માટે 13 મંત્રી પદ અને કેન્દ્રીય મંત્રીની ઓફર પણ ભાજપ તરફથી આપવામાં આવી છે.

આ દરમિયાન શિવસેનાના નેતા સંજય રાઉત પણ પોતાની પાર્ટીની સરકાર બચાવવા માટે દરેક સંભવ પ્રયાસ કરી રહ્યા છે. તેમણે પોતાના બળવાખોર ધારાસભ્યોને એવી પણ ઓફર આપી દીધી છે કે, જો તેઓ ઈચ્છે તો મહાવિકાસ અઘાડી સરકાર તોડી શકાય છે. એવામાં સંજય રાઉતના આ નિવેદનથી કોંગ્રેસને ઘણું દુઃખ થયું છે અને તેમણે તાત્કાલિક બેઠક બોલાવવાનો આદેશ જાહેર કરી દીધો છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ કહ્યું કે, જો શિવસેના મહાવિકાસ અઘાડી ગઠબંધન છોડવા માગે છે તો તેનાથી અમને કોઈ આપત્તિ નથી.

તેમણે કહ્યું કે, અમે ભાજપને સત્તામાં આવતા રોકવા માટે શિવસેના સાથે ગઠબંધન કર્યું હતું. આ બધો ખેલ EDના કારણે થઈ રહ્યો છે. કોંગ્રેસ ફ્લોર ટેસ્ટ માટે તૈયાર છે. અમે MVA સાથે છીએ અને આગળ પણ રહીશું, પરંતુ શિવસેના ઈચ્છે છે કે તે કોઈ બીજા સાથે ગઠબંધન કરે તો અમને તેનાથી કોઈ આપત્તિ નથી. ઉલ્લેખનીય છે કે, શિવસેનાના નેતા એકનાથ શિંદેની બળવાની પુષ્ટભૂમિમાં પદ છોડવાની રજૂઆત કર્યાના થોડા કલાક બાદ જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બુધવારે રાત્રે દક્ષિણ મુંબઈ સ્થિત પોતાનું સત્તાવાર આવાસ ખાલી કરી દીધું હતું અને પોતાના ખાનગી આવાસ માતોશ્રી પર આવી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp