26th January selfie contest

ગુજરાતમાં BJP ‘પપ્પૂ’ શબ્દનો ઉપયોગ નહીં કરી શકે

15 Nov, 2017
08:31 PM
PC: firstpost.in

Loading...

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે રાજકીય પાર્ટીઓ પોતાની પ્રતિદ્ધંદ્ધિ પાર્ટીઓ માટે કોઈપણ જાતના શબ્દોનો પ્રયોગ કરે છે, પરંતુ ઈલેક્શન કમિશને આ વસ્તુને લઈને ગંભીર લાગે છે. ગુજરાતના ઈલેક્શન કમિશનના અધિકારી હેઠળ બનાવવામાં આવેલી મીડિયા કમિટિએ રાજ્યમાં BJPના ઈલેક્ટ્રોનિક વિજ્ઞાપનોમાં ‘પપ્પૂ’ શબ્દોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કમિટીએ જાહેરાતની સ્ક્રિપ્ટમાં ‘પપ્પૂ’ શબ્દને અપમાનજનક બતાવતા તે શબ્દને હટાવવા અથવા તેના સ્થાને કોઈ બીજા શબ્દનો પ્રયોગ કરવા માટે કહ્યું છે.

Loading...