કાયદો કોરાણે મૂકીને અધિકારીઓએ બાળકોને આપી દીધી EVMની જવાબદારી

PC: livehindustan.com

આજકાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં બાળકો EVM મશીન માથા પર ઉઠાવીને જઇ રહ્યા છે. બિહારના છપરામાં છઠ્ઠા ચરણના મતદાન પહેલા બેદરકારીની જીવતી-જાગતી તસવીર સામે આવી હતી. ચૂંટણીની પ્રક્રિયામાં સૌથી સંવેદનશીલ માનવામાં આવતા EVM અને VVPATને સંબંધીત અધિકારીઓની બેદરકારી સામે આવી રહી છે. છપરામાં બાળકો પાસે EVM મશીન ઉઠાવીને લઇને જવાની વાત સામે આવતા ચૂંટણી પંચ હરકતમાં આવી ગયું છે. જો કે જિલ્લાધિકારી સુબ્રત કુમાર સેન આનાથી ઇનકાર કરે છે.

પરંતુ તસવીરો પરથી સ્પષ્ટ જોઇ શકાય છે કે, ભલે DM સાહેબ આ વાતનો ઇનકાર કરી રહ્યા હોય, પરંતુ તસવીરોથી સ્પષ્ટ થાય છે કે, સત્ય શું છે. બાળકો જ્યાં EVM લઇ જઇ રહ્યા છે, ત્યાં જિલ્લા પ્રશાસનના અધિકારીઓના વાહનો પણ ઉભેલા જોવા મળી રહ્યા છે. 8-9 વર્ષના બાળકો પર 4-4 EVM મશીન જોવા મળ્યા હતા.

રિપોર્ટ મુજબ આ તસવીર છપરાના જયપ્રકાશ એન્જિનિયરિંગ કોલેજ પરિસરની છે, જ્યાં પોલિંગ પાર્ટીને EVM સુરક્ષીત લઇ જવાની અને સુરક્ષીત પાછા કરવાની જવાબદારી આપવામાં આવી હતી. પરંતુ અધિકારીઓ એટલા બેદરકાર નીકળ્યા કે તેઓએ બાળકોને જ EVMને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની જવાબદારી આપી દીધી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp