જાણો શા માટે નકામા થઈ ગયા કરોડોના સિક્કા, બેંકે પણ લેવાનો કરી દીધો ઈનકાર

PC: indiatvnews.com

ભારતીય મુદ્રાનું અપમાન કરવું ભલે ગેરકાયદેસર હોય, પરંતુ હકીકત એ છે કે, શેખાવાટીમાં બેંકર્સની અવગણના અને વેપારીઓની મનમાનીમાં શેખાવાટીમાં 10 રૂપિયાના સિક્કા રઝળી રહ્યા છે. ન તો બેંક અને ન તો દુકાનદાર તે સિક્કાઓ લઈ રહ્યા છે, જેને કારણે બજારમાં ચાલતી મુદ્રા તિજોરીઓની શોભા વધારી રહી છે. એવામાં સામાન્ય લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. લોકોએ બીજા જિલ્લામાં જઈને સિક્કા ચલાવવા પડી રહ્યા છે. ફતેહપુર વિસ્તારમાં શેખાવાટીના ત્રણેય જિલ્લાઓ સીકર, ચૂરુ અને ઝુંઝુનુંની બેંક અને દુકાનદારોની સંખ્યાને જોતા આ રકમ 43 કરોડ રૂપિયાથી વધુની થાય છે. ભારતીય મુદ્રા હોવા છતા 10 રૂપિયાના સિક્કા ન ચાલવા અંગે પ્રશાસને કોઈપણ પ્રકારની મોટી કાર્યવાહી કરી નથી.

સિક્કાકરણ અધિનિયમ 2011ની કલમ 6 અનુસાર, 10 રૂપિયાના સિક્કા આર્થિક વ્યવહાર માટે કાયદેસર મુદ્રા છે. આ કાયદેસર મુદ્રાને લેવાનો ઈનકાર કરવો એ IPCની કલમ 489 Aથી 489 Eમાં  અપરાધની શ્રેણીમાં આવે છે. તેના આધાર પર પોલીસ ચલણ આપીને આવું કરનારા લોકોને સજા પણ અપાવી શકે છે.

રિઝર્વ બેંક તરફથી 10 રૂપિયાના સિક્કા ન લેવા એ ગુનો છે, છતા દુકાનદાર 10 રૂપિયાના સિક્કા લેવાનો ઈનકાર કરી રહ્યા છે. બેંકના અધિકારી 10 રૂપિયાના સિક્કા ગણવા અને અસલી-નકલીની ઓળખનું મશીન ન હોવાને કારણે અચકાઈ રહ્યા છે. આ ઉપરાંત, બેંકના અધિકારીઓનું કહેવુ છે કે, 10 રૂપિયાના સિક્કા લઈ પણ લઈએ પરંતુ તેની ગણતરી કરીને બાદમાં તેને કયા પેકિંગમાં રાખવા અને એ પેકિંગની પ્રામાણિકતા અંગે કોઈ દિશા-નિર્દેશ નથી.

સીકર જિલ્લામાં આશરે 5000થી વધુ દુકાનો છે અને સરેરાશ દરેક દુકાનદાર પાસે એક હજાર રૂપિયા અને જિલ્લાની 19માં પ્રત્યેક ચેસ્ટ બ્રાન્ચમાં 10 લાખ રૂપિયાનો સ્ટોક ઉપયોગ વિના મુકી રાખવામાં આવ્યો છે. તેમજ જિલ્લાની વસતી પ્રમાણે સરેરાશ દરેક ઘરમાં 10 રૂપિયાના 10 સિક્કા છે. આ બધા જ નાણાને જોડી દેવામાં આવે તો ક્રમશઃ દુકાનદારો પાસે 50 લાખ, ચેસ્ટ બ્રાન્ચમાં 19 કરોડ અને સામાન્ય લોકો પાસે આશરે 27 કરોડ રૂપિયા વણવપરાયેલા પડી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp