વારાણસીમાં રોડ પર કીચડ-પાણી ભરેલા ખાડામાં સુઈ ગયા પૂર્વ કાઉન્સિલર, વીડિયો વાયરલ

PC: livehindustan.com

વારાણસી જિલ્લાના નવી સડક બેનિયાબાગ મુખ્ય માર્ગ પર પીવાના પાણીની પાઈપલાઈન ફાટવાને કારણે રોડ પર પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવાના કારણે મુસાફરોને આવવા-જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સાથે જ રોડ પર પાણી ભરાતા રોષે ભરાયેલા પૂર્વ કાઉન્સિલર શાહિદ અલીએ રસ્તા પર વહેતા પાણીના બનેલા ખાડામાં સૂઈ જઈને પ્રદર્શન કર્યું હતું. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેના પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, પૂર્વ કોર્પોરેટર શાહિદ અલી હાથમાં પોસ્ટર લઈને રોડ પર સૂઈ ગયા છે. જેમાં લખ્યું છે કે જુઓ, પાણી વિતરણ કરતી સંસ્થાની બેદરકારી, સાત દિવસથી પાણી વહી રહ્યું છે. બીજી તરફ રસ્તા પર આવતા-જતા લોકો આશ્ચર્યચકિત નજરે રસ્તા પર આડા પડેલા શાહિદ અલીને જોઈ રહ્યા છે.

પૂર્વ કાઉન્સિલર શાહિદ અલીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, પીવાના પાણીની લાઇન લીકેજ થવાની અનેક દિવસોથી ફરિયાદ કરવા છતાં પણ કોઈ સુનાવણી થઈ રહી નથી. જેના કારણે બેનિયા, નવા રોડથી, લગડા હાફીઝ મસ્જિદ સુધીનો રસ્તો લપસણો બની ગયો છે. પાણી વિતરણ કરતી સંસ્થાની આ બેદરકારીને કારણે અવર-જવરમાં મુશ્કેલી પડી રહી છે. તેમણે કહ્યું કે આવતા-જતા લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અનેક જગ્યાએ રસ્તાઓ પર મોટા ખાડા પડી ગયા છે. ઘણા દિવસોથી આવા ખાડાઓના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે અમારી વાત સાંભળવામાં ન આવી ત્યારે અમે આવો અનોખો વિરોધ કર્યો હતો.'

આ વીડિયોને શેર કરતા SPના નેતા મનોજ કાકાએ લખ્યું છે કે, 'બનારસમાં ખરાબ રસ્તાઓની સમસ્યાના ઉકેલ માટે રસ્તા પર પત્રો પ્રદર્શિત કરી રહેલા ભૂતપૂર્વ કાઉન્સિલરને સરકાર ક્યારે સાંભળશે? સમગ્ર બનારસના રસ્તાઓની હાલત ખરાબ છે. મહાનગરપાલિકા અને પાણી વિતરણ કરતી સંસ્થાઓમાં ઘણો ભ્રષ્ટાચાર છે, કમિશન ખોરીએ બનારસને ખાડામાં ફેરવી દીધું છે.'

@pkbihari17 નામના યુઝરે લખ્યું, 'જ્યારે સાહેબ કોર્પોરેટર હતા, ત્યારે રસ્તો કેમ ન બનાવ્યો? હવે તેઓ ધરણા કરી રહ્યા છે, વાહ, શું વાત છે.' @Mahendr33965208 નામના યુઝરે ટિપ્પણી કરી, 'આખો દેશ જોઈ લે વારાણસી મેટ્રો સિટીની આવી હાલત.' @PalAvinash1 નામના ટ્વિટર હેન્ડલ પર ટિપ્પણી કરવામાં આવી છે કે, 'જો ખામીઓ હશે તો વિરોધ કરવો પડશે કારણ કે સત્તામાં રહેલા લોકો ઝડપથી સાંભળી શકતા નથી, તેમને સંભળાવવું પડતું હોય છે.' @SRM97520584 નામના યુઝરે કટાક્ષમાં લખ્યું કે, 'આ પણ વિદેશી ષડયંત્રનો ભાગ હોઈ શકે છે, ક્યોટો જેવા બનારસ શહેરને, દેશને અને PMને બદનામ કરવા માટે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp