CM હતા ત્યારે 13 વર્ષમાં ક્યારેય ન ગયા અને ચૂંટણી હાર્યા બાદ પહોંચ્યા

PC: indiatoday.com

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને BJP નેતા શિવરાજ સિંહ ચૌહાણ મુખ્યમંત્રી રહેતા 13 વર્ષ જ્યાં કદી ન ગયા તે અશોકનગરની ગુરૂવારે મુલાકાત લીધી હતી. પોતાના 13 વર્ષના કાર્યકાળ દરમિયાન શિવરાજ સિંહે કદી આ શહેરની મુલાકાત લીધી ન હતી. ચૂંટણી વખતે પ્રચારમાં પણ શિવરાજ સિંહ આ શહેરમાં આવ્યા ન હતા. મધ્યપ્રદેશની રાજનીતિમાં એવો અંધવિશ્વાસ છે કે જો આ શહેરની મુલાકાત મુખ્યમંત્રીના રૂપમાં લેવામાં આવે તો તે ચૂંટણી હારી જાય છે.

આ શહેરને અપશુકન માનનારા શિવરાજ સિંહ ચૌહાણ ગુરૂવારે BJPની વિજય સંકલ્પ યાત્રા માટે અહીં પહોંચ્યા હતા. વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર વિશે પત્રકારોએ પૂછતા શિવરાજ સિંહે કહ્યું કે, અમારી શું ભુલ થઇ હતી જેની અમને સજા મળી છે ?

આ પહેલા 2003માં વિદિશાથી સાંસદ હતા એ સમયે શિવરાજ સિંહ આ પ્રદેશમાં પહોંચ્યા હતા. ગુરૂવારે પૂર્વ CM અહીં પહોંચ્યા તો તેમણે પહેલા તો લોકોની માફી માગી અને કહ્યું કે ‘ દેર આયે, દુરસ્ત આયે’

શિવરાજ સિંહ ચૌહાણે શહેરના વિકાસ પરિયોજના માટે પણ આ વિસ્તારમાં પગ મૂક્યો હતો. એક વખત એક યોજનાના શિલાન્યાસ માટે અહીં આવવાનું થયું તો શિવરાજે શહેરના બહારથી જ શિલાન્યાસ કર્યો હતો. આ વિશે જ્યારે શિવરાજ સિંહને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, હું ભલે અશોકનગરમાં નથી આવ્યો પરંતુ જિલ્લામાં વારંવાર આવ્યો છું. અહીંના લોકોએ મને પ્રેમ અને સમર્થન આપ્યું છે અને મારું દિલ અશોકનગર માટે ધડકે છે. તેમને દાવો કર્યો હતો કે એક પૂજારીએ તેમને આ અંધ વિશ્વાસ બાબતે જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp