શું છે રાજસ્થાનના CMની વાયરલ થઈ રહેલી લંડનની ટિકિટનું સત્ય?

PC: patrika.com

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીની મતદાનની પ્રક્રિયા શુક્રવારે પૂર્ણ થઈ ગઈ છે. ઘણી ન્યૂઝ ચેનલોના એક્ઝીટ પોલના પરિણામો પણ સામે આવ્યા છે. આ એક્ઝીટ પોલમાં રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બનવાની સંભાવના દર્શાવવામાં આવી છે. જોકે ઈલેક્શનનું રિઝલ્ટ 11 ડિસેમ્બરે આવશે.

આ દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેના નામથી એક ફ્લાઇટ ટિકિટ વાયરલ થઈ રહી છે જે જયપુરથી લંડનની જણાવવામાં આવી રહી છે. આ ટિકિટ અનુસાર 8 ડિસેમ્બરે CM રાજે લંડન જશે.

શું છે વાયરલ ટિકિટમાં

મુખ્યમંત્રી વસુંધરા રાજેના નામથી સ્કાય એરલાઇન્સની ટિકિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જયપુરથી લંડન જનાર ફ્લાઇટની ટિકિટમાં પેસેન્જરના નામની જગ્યા પર વસુંધરા રાજે લખ્યું છે. આ ટિકિટમાં 8.12.2018 તારીખ અને 12.30 AM ટાઇમ લખવામાં આવ્યો છે. આ ટિકિટમાં ફ્લાઇટ નંબર AC 2506 લખવામાં આવ્યો છે.

શું છે સત્ય?

જેવું કે આ ટિકિટમાં દર્શાવવામાં આવ્યું છે કે CM વસુંધરા રાજે લંડન જઈ રહી છે પરંતુ તે બિલકુલ ખોટી વાત છે કારણ કે જયપુરથી લંડન જવા માટે કોઈ ડાયરેક્ટ ફ્લાઇટ નથી. બીજી વાત કે આ ટિકિટમાં જે એરલાઇન્સનું નામ છે તેની કોઈ પણ જયપુર ફ્લાઇટ નથી. ટિકિટમાં લંડનનો સ્પેલિંગ પણ ખોટો લખવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં CM શનિવારે જયપુરમાં જ હાજર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp