ડિવોર્સ કેસમાં પત્નીએ લગાવ્યો પતિ પર નપુંસકતાનો આરોપ, કોર્ટે કહ્યું ક્રૂરતા છે..

PC: indiatoday.in

ક્યારેક પતિ-પત્ની વચ્ચે ઝઘડો એટલી હદ સુધી વણસી જાય છે કે, મામલો કોર્ટના દ્વારે આવીને ઊભો રહે છે. આવો જ એક કિસ્સો દિલ્હીમાંથી સામે આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટે એક મોટો અને મહત્ત્વનો ચૂકાદો આપ્યો છે. પતિ પર નપુંસકતાનો ખોટો આરોપ લગાવવો એ ક્રુરતા બરોબર છે એવું દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે. દિલ્હી હાઈકોર્ટે નીચલી અદાલત તરફથી એક વ્યક્તિને છુટાછેડા આપવાના નિર્ણયને યથાવત રાખ્યો છે. આ વ્યક્તિની પત્નીએ એક એવો દાવો માંડ્યો હતો કે, પતિ શારીરિક સંબંધ બનાવવામાં સક્ષમ નથી.

સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ મનમોહન અને ચીફ જસ્ટિસ સંજીવ નરૂલા સચદેવાની બેન્ચે આ કેસમાં પોતાની ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, પત્ની તરફથી લગાવવામાં આવેલો ખોટો આરોપ ખૂબ જ ગંભીર છે. જેનાથી કોઈ પણ વ્યક્તિના સ્વાભિમાનને ઠેસ પહોંચી શકે છે. ફેમિલી કોર્ટે આપેલા ચૂકાદામાં કોઈ ભૂલ નથી. એમાં કોઈ હસ્તક્ષેપ ન કરી શકાય. બેન્ચે પત્નીએ કરેલી એક અપીલની અરજી પણ ફગાવી દીધી છે. હાઈકોર્ટની બેન્ચે એક એવી પણ સ્પષ્ટતા કરી કે, આ બંને વ્યક્તિ ઘણા સમયથી અલગ રહે છે અને ફેમિલી કોર્ટને જાણવા મળ્યું છે કે,એમની વચ્ચે ફરીથી સંબંધ બંધાય એ શક્ય નથી. બેન્ચે કહ્યું કે, સમગ્ર સુનાવણીમાં પત્નીએ પતિને નપુંસક કહ્યો છે. જ્યાર તબીબી પરિક્ષણ કરવામાં આવ્યું ત્યારે આ વ્યક્તિ ખૂબ સામાન્ય હતો. આવો ખોટો આરોપ પતિને અંદરથી હચમચાવી શકે છે. મોટી ઠોકર મારી શકે છે. જોકે, જ્યારે સૌ પ્રથમ ફેમિલી કોર્ટ સમક્ષ આ કેસ આવ્યો ત્યારે કેસ સંબંધીત તમામ ડૉક્યુમેન્ટ તપાસીને પ્રક્રિયા કરવામાં આવી હતી.

સૌ પ્રથમ આ કેસમાં પતિએ પત્ની સામે છૂટાછેડા લેવા માટેની અરજી કરી હતી. એ સમયે તેણે એવું કહ્યું હતું કે, પત્ની શારીરિક સુખ આપતી નથી. આ માટે તે છૂટાછેડાની અરજી કરી રહ્યો છે. જેના જવાબમાં પત્નીએ કહ્યું કે, એનો પતિ નપુંસક છે. આ કારણે તે શારીરિક સંબંધ તે બાંધી શકતો નથી. આ કેસમાં ફેમિલી કોર્ટે છૂટાછેટા માટેની મંજૂરી આપી દીધી છે. જેને લઈને પત્નીએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp