રસી લીધા બાદ વૃદ્ધના શરીર પર ચિપકવા લાગ્યા સિક્કા-ચમચી, ડૉક્ટરોએ કહ્યુ- અફવા છે

PC: bhaskar.com

મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી એક હેરાન કરી દેનારો મામલો સામે આવ્યો છે. એક પરિવારનો દાવો છે કે કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધા પછી તેમના પરિવારના એક વૃદ્ધ સભ્યના શરીરમાં ચૂંબકીય શક્તિ પેદા થઈ ગઈ છે. હવે તેમના શરીર પર ચમચી, સ્ટીલ અને લોખંડના વાસણો અને સિક્કાઓ સરળતાથી ચોંટી જાય છે. આ એકદમ એવું જ છે, જેવું કોઈ ચુંબક સાથે લોખંડ ચોટી જાય છે. આ ઘટનાની જાણકારી સામે આવ્યા પછી મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ મામલાની તપાસ માટેના આદેશ આપી દીધા છે.

તેમણે ગુરુવારે કહ્યું હતું કે, આ મામલા પાછળની સચ્ચાઈ શું છે, તેની જાણકારી બધાને હોવી જોઈએ. તેની પાછળ કોઈ ચિકિત્સકીય કારણ છે કે કંઈ બીજું તે ટૂંક સમયમાં ખબર પડી જશે. આથી અમે આ મામલાની તપાસ માટેના આદેશ આપી દીધા છે. જોકે પરિવારે આ વસ્તુને સાબિત કરવા માટે તેમનો એક વીડિયો પણ બનાવ્યો છે. જેમાં ક્લિયર જોવા મળે છે કે તેમના શરીર પર ચમચી, નાની ડિશો અને સિક્કાઓ ચોંટેલા જોવા મળે છે.

પરિવારે આ ઘટનાનો વીડિયો બનાવ્યો અને જિલ્લા પ્રશાસનને તેની જાણ કરી છે. પ્રશાસન તરફથી પણ ડોક્ટર્સની એક ટીમ બુધવારે અહીં તપાસ માટે પહોંચી હતી અને તે પણ આ જોઈને હેરાન રહી ગયા હતા. અરવિંદ સોનારની તપાસ કરવા પહોંચેલા ડૉ. અશોક થોરાતે કહ્યું કે આ મામલાની તપાસ ચાલુ છે. આ રિસર્ચનો વિષય છે અને હજુ તેની પર કંઈ પણ કહેવું જલદબાજી કહેવાશે. હાલમાં અમે તેમનો રિપોર્ટ મહારાષ્ટ્ર સરકારને મોકલશું અને તેમના નિર્દેશ પ્રમાણે કામ કરવામાં આવશે.

નાસિકની સીટી હોસ્પિટલના ડૉ. નવીન બાજીએ કહ્યું છે કે, આ પહેલી વખત જોવા મળી રહ્યું છે કે વેક્સીનેશન પછી શરીર પર લોખંડ અને સ્ટીલનો સામાન ચિપકી રહ્યો છે. તેમણે પ્રાઈવેટ હોસ્પિટલમાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ જ્યાં તેમણે વેક્સીન લીધી હતી. જોકે આ પહેલા આવો કોઈ કેસ સામે આવ્યો નથી. આ શોધનો વિષય છે. નાસિકના શિવાજી ચોકમાં રહેનારા 71 વર્ષના અરવિંદ જગન્નાથ સોનારે 2 જૂનના રોજ કોવિશિલ્ડનો બીજો ડોઝ લીધો હતો. તેના પછી તેમના શરીરમાં આ બદલાવ જોવા મળ્યા છે.

જો કે ડૉક્ટરોનું કહેવું છે કે, આવું ન બની શકે, આ ખોટી વાત છે. અફવા ફેલાવાઈ રહી છે. કારણ કે દુનિયામાં એવા લોકો પણ છે, જેમના શરીર પર આવી રીતે વસ્તુઓ ચીપકી જાય છે. આવા કિસ્સાઓ વર્ષોથી સામે આવતા રહ્યા છે. એટલે વેક્સીનને આની સાથે કોઇ લેવા-દેવા ન હોવાનું કહેવાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp