CM ફડણવીસની રેલીમાં ખેડૂતે પૂછ્યો સવાલ, ગાર્ડ્સે ધક્કો મારી ઘસેડ્યો, જુઓ વીડિયો

PC: langimg.com

મહારાષ્ટ્રના પરભાણી જિલ્લાની એક જનસભામાં CM દેવેન્દ્ર ફડણવીસના ભાષણમાં વિધ્ન પહોંચાડવા બદલ એક ખેડૂતની ધરપકડ કરી લેવામાં આવી. ઘટનાથી જોડાયેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સિક્યોરિટી ગાર્ડ ખેડૂતને ઘસેડીને લઈ જઈ રહ્યો છે. વીડિયો સામે આવ્યા પછી CMની ખાસ્સી ટીકા થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ખેડૂત મુખ્યમંત્રીને સવાલ પૂછવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

પાક વીમાની અનિયમિતતાનો હતો સવાલઃ

જાણકારી અનુસાર, મહારાષ્ટ્રના પરભાણી જિલ્લાના પથરીમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની રેલી હતી. તેમના ભાષણ દરમ્યાન એક ખેડૂતે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની અનિયમિતતા અંગે સવાલ કરવાનું શરૂ કર્યું, તો ગાર્ડસ દ્વારા રોકવા છતાં પણ જ્યારે ખેડૂત શાંત ન થયો તો ગાર્ડસ તેમને ઘસડીને રેલીની બહાર લઈ ગયા. અને તેની ધરપકડ પણ કરી લેવામાં આવી.

આ ઘટનાનો વીડિયો સામે આવ્યા પછી વિપક્ષી દળોના નેતાઓ CM પર નિશાનો સાધી રહ્યા છે. ઓલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસે તેમના ટ્વીટર પર વીડિયો શેર કરતા ભાજપા પર નિશાનો સાધ્યો છે. તેમણે લખ્યું, ભાજપા 370 પર વોટ માંગી રહ્યા છે પણ ખેડૂતો, મહિલા સુરક્ષા, અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા મુદ્દાઓ પર કોઈ સવાલ કરે તો તેમને ખટકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp