દીકરીના લગ્નમાં ખેડૂતની BJP-JJP-RSSના લોકોને ચેતવણી, બોલ્યા- લગ્નથી દૂર રહો

PC: punjabkesari.in

ભલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદાઓ પાછા લેવાની જાહેરાત કરી દીધી હોય અને તેને કેબિનેટમાં પણ રદ્દ કરવાની મોહર લગાવી દીધી છે. પણ કૃષિ કાયદાઓ અને આંદોલનમાં જીવ ગુમાવનારા ખેડૂતોની પીડાનો દંખ હજુ પણ ખેડૂતોના ચહેરા પર જોવા મળી રહ્યો છે. ઝજ્જરના ગામ ગ્વાલીશનના એક ખેડૂત રાજેશે આ પીડા પર દુઃખ વ્યક્ત કરતા પોતાની દીકરીના લગ્ન માટે છપાવેલી કંકોત્રીમાં સત્તાધારી ભાજપા અને જેજેપીના નેતાઓને લગ્નથી દૂર રહેવાની ચેતવણી લખાવી દીધી છે. એટલું જ નહીં તેમણે એવું પણ કહ્યું છે કે જો તે પાર્ટીઓનો કોઇ પણ નેતા લગ્નમાં આવે છે તો તેમને આવવા દેવામાં આવશે નહીં.

રાજેશ વિશ્વવીર જાટ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ખેડૂત રાજેશ આંદોલન દરમિયાન જે રીતે અન્નદાતાઓ પર આંસૂ ગોળા, લાઠીઓ અને પાણી છોડવામાં આવ્યું તેનાથી નાખુશ દેખાયા. તેમણે કહ્યું કે કેટલી શરમની વાત છે કે આંદોલનકારી ખેડૂતોને ખાલિસ્તાની, પાકિસ્તાનીની ઉપાધિ આપવામાં આવી. કૃષિ કાયદા પાછા લેવાના સવાલ પર જવાબ આપતા રાજેશ ધનખડે કહ્યું કે આ એક એવો મામલો છે કે કોઇ સામાન્ય વ્યક્તિને પહેલા ફાંસી પર લટકાવો અને પછી તેને ફાંસી પરથી નીચે ઉતારી કહેવામાં આવે કે તેને જીવનદાન આપી દેવામાં આવ્યું છે.

ખેડૂત રાજેશનું એવું પણ કહેવું હતું કે એમએસપી વિના ખેડૂત જીવિત રહી શકશે નહીં અને ખેડૂતની લડાઇ MSP ગેરંટી કાયદો બનવા સુધી ચાલું રહેશે. સરકારની ખોટી નીતિઓને કારણે ખેડૂતો બર્બાદ થયા છે. દિલ્હી પર બેસનારી દરેક પાર્ટીએ ખેડૂતોને મારવાનું કામ કર્યું છે. જો તેમના કોઇ પરિવાર કે કોઇ સંબંધી પણ ભાજપા, આરએસએસ અને જેજેપીનો સભ્ય થયો તો તેને પણ લગ્નમાં આવવા દેવામાં આવશે નહીં. રાજેશ અનુસાર જે દીકરીના લગ્ન છે તે તેની દીકરી ન હોઇને આંદોલનમાં શહીદ થનારા તેના 750 ખેડૂતોની દીકરી છે, જેમણે આંદોલનમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp