બાળકની ફી ભરવા ડૉક્ટર પિતાએ નકલી નોટ છાપી

PC: hindustantimes.com

ઉત્તરાખંડના પાટનગર દહેરાદુનમાં પોલીસે એક તબીબના ઘરે દરોડા પાડ્યા હતા. જ્યાંથી મોટી સંખ્યામાં તેમને નકલી નોટના બંડલ મળી આવ્યા છે. આ તબીબ એક આયુર્વેદિક ડૉક્ટર છે. પોલીસના દરોડામાં તેમની પાસેથી કુલ 11 હજાર રૂપિયાનો નકલી માલ મળ્યો છે. આવી નકલી નોટ છાપવા પાછળ ડૉક્ટરની મજબુરી એ હતી કે, તેને પોતાના બાળકો માટે ફીના પૈસા ભેગા કરવાના હતા. દહેરાદુન પોલીસ અધિક્ષક શ્વેતા ચૌબેએ જણાવ્યું હતું કે, નકલી નોટ છાપનારા આ તબીબની સાથે બે માસ્ટરમાઈન્ડ વિક્રમ ચૌહાણ અને રાજેશ ગૌતમની તા. 17 સપ્ટેમ્બર 2019ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.

આ દરમિયાન આયુર્વેદિક ડૉક્ટર સંજય શર્મા ફરાર હતો. એ સમયે રાજેશ ગૌતમ અને વિક્રમ ચૌહાણના કબજામાંથી દહેરાદુન પોલીસને આશરે સાડા છ લાખ રૂપિયાની નકલી નોટ સહિત ચાર પ્રિન્ટિગ કાર્ટિજ અને એક પિસ્તોલ મળી આવી હતી. આરોપી પાસેથી 11 હજારની નોકલી નોટ જપ્ત કરવામાં આવી છે. સંજય શર્મા એક આયુર્વેદ તબીબ છે. છેલ્લા કેટલાક દિવસોથી ક્લિનિક યોગ્ય રીતે ચાલતું ન હતુ. જેથી આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. ઘરખર્ચ પણ નીકળતો ન હતો. એવામાં તેમણે નકલી નોટ છાપવાનું વિચાર્યું હતું. આ ગુનો આચરવા પાછળનું કારણ એમના બાળકોની ફી ભેગી કરવાનો હેતુ હતો.

बच्चों की फीस भरने के लिए डॉक्टर पिता छापने लगा नकली नोट, घर में घुसी पुलिस तो देखकर उड़ गए होश...

બંને સંતાનોને તે હોટેલ મેનેજમેન્ટ કરીને મેનેજર અને વકીલ બનાવવા માગતો હતો. દહેરાદુનના ક્લેમેનટાઉનમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. સંજય શર્મા ગંગનહર હરિદ્વારનો રહેવાસી છે. પોલીસે તેમને પકડવા માટે એક ટીમ તૈયાર કરી હતી. ખાસ પ્રકારની યોજના અને સમય સાધીને પોલીસે આ ટીમને ઝડપી લીધી હતી. માસ્ટરમાઈન્ડની તેમજ સંજય શર્માની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. અગાઉ પણ પોલીસે પ્લાનિંગ કર્યું હતું પણ કોઈ પણ રીતે સંજય શર્મા પોલીસની નજરમાંથી બચી જતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp