સેલ્ફીમાં ભય; સારો ફોટો પાડવાના નામે પતિને ઝાડ સાથે બાંધી,કેરોસીન છાંટી આગ લગાવી

PC: amarujala.com

બિહારમાં એક પત્નીએ મોબાઈલ ફોનથી સેલ્ફી લેવાનું બહાનું બનાવીને પતિને ઝાડ સાથે બાંધીને તેના પર કેરોસીન છાંટી આગ લગાવી દીધી. એ તો સારી વાત છે કે, આગની જ્વાળાઓ જોઈને આજુબાજુના લોકો જોત જોતામાં ત્યાં દોડી આવ્યા હતા અને તેનો જીવ બચાવ્યો હતો. હાલ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી લીધી છે. આ મામલો મુઝફ્ફરપુર જિલ્લાના સાહેબગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના વાસુદેવપુરસરાય પંચાયતના એક ગામનો છે.

સ્થાનિક લોકોએ આગમાં દાઝેલા વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા અને સાહેબગંજ પોલીસને ઘટનાની સંપૂર્ણ માહિતી આપી. ઘટનાની જાણકારી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને તપાસની સાથે સાથે સ્થાનિક લોકોની મદદથી ઘાયલની પાસે પહોંચી હતી. ગંભીર પરિસ્થિતિ જોતા, સામુદાયિક આરોગ્ય કેન્દ્ર સાહિબગંજથી ઘાયલને સારી સારવાર માટે SKMCH મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં ઘાયલ વ્યક્તિની સારવાર ચાલી રહી છે. પીડિત વ્યક્તિ સાહેબગંજ પોલીસ સ્ટેશન હેઠળના દેવસર ગામનો રહેવાસી 22 વર્ષનો શંભુ કુમાર છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે, શંભુના લગ્ન ગિજાસ ગામની રહેવાસી છોટી સાથે ગયા વર્ષે જૂનમાં થયા હતા. પરંતુ લગ્ન બાદથી બંને વચ્ચે એક યા બીજી બાબતને લઈને હંમેશા ઝઘડો થતો રહેતો હતો. સોમવારે વાત વાતમાં જ તેની પત્ની છોટી શંભુને ઝાડ પાસે લઈ ગઈ અને સમજાવી પટાવીને તેને ઝાડ સાથે બાંધી દીધો. તેને સારી રીતે બાંધ્યા પછી છોટીએ મુકેશ પર કેરોસીન નાખીને આગ લગાડી દીધી. આગ લાગતા જ મુકેશના બમ બરાડા અને ચીસો સાંભળી આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. પછી કોઈક રીતે આગ ઓલવી અને મુકેશને હોસ્પિટલમાં દાખલ કર્યો.

ઘટનાની માહિતી મળતા સ્થાનિક પોલીસ હોસ્પિટલ પહોંચી અને ઘાયલ મુકેશનું નિવેદન નોંધ્યું. પોલીસને આપેલા નિવેદનમાં મુકેશે જણાવ્યું હતું કે, મારી પત્ની જ મને મારવા માંગે છે. મોબાઈલથી સેલ્ફી લેવાના બહાને પહેલા ઝાડ સાથે બાંધી દીધો અને પછી કેરોસીન છાંટીને આગ ચાંપી દીધી. એ તો સારી વાત છે કે આજુબાજુના સ્થાનિક લોકોએ મને જોયો અને બચાવી લીધો, નહીંતર હું ત્યાં જ બળીને મરી ગયો હોત. પીડિતના નિવેદન બાદ સ્થાનિક લોકોએ આરોપી પત્નીને પકડીને પોલીસને હવાલે કરી દીધી હતી. સાહેબગંજ પોલીસ સ્ટેશનના પ્રમુખ રાજેશ કુમારે જણાવ્યું કે, આ વાસુદેવપુર સરાય પંચાયતના એક ગામનો મામલો છે, જ્યાં પતિ દાઝી જવાથી ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને સ્થાનિક લોકોની મદદથી સારવાર માટે મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યો હતો. પતિના નિવેદનના આધારે પત્નીની ધરપકડ કરવામાં આવી છે. ઘાયલ પતિએ પત્ની પર જીવતી સળગાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યાનો આરોપ લગાવ્યો છે. પોલીસે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે, આરોપી મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે, જેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp