ઇન્ડિયા ગઠબંધનમાં ફાડચા પડવાના એંધાણ, મમતાના નિવેદને રાજકારણમાં પલિતો ચાંપ્યો

PC: Khabarchhe.com

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હરિયાણા, મહારાષ્ટ્ર અને પેટા ચૂંટણીઓમાં ઇન્ડિયા ગઠબંધનના ખરાબ પ્રદર્શન સામે નારાજગી વ્યક્ત કરી છે.

મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં મમતાએ કહ્યું છે કે, ઇન્ડિયા ગઠબંધન મેં બનાવ્યું અને જેઓ તેનું નેતૃત્વ કરે છે તેઓ તેને યોગ્ય રીતે ચલાવી શકતા નથી, તેથી મને એક તક આપો, હું બંગાળમાં બેસીને ઇન્ડિયા ગઠબંદનને બરાબર ચલાવીશ. મમતાએ કોઇનું નામ નથી લીધું, પરંતુ રાહુલ ગાંધી સામે મમતાનું નિશાન હતું. મમતા રાહુલ ગાંધીને નેતા માનવા તૈયાર નથી.

બીજી તરફ મમતાના નિવેદનને શિવસેના ઉદ્ધવ ઠાકરે અને સમાજવાદી પાર્ટીએ સમર્થન આપ્યું છે.

શિવસેના યુબીટીની પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે, અમે પણ એવું જ ઇચ્છીએ છીએ કે મમતા ઇન્ડિયા ગઠબંધનમાં મુખ્ય ભાગીદાર બને. રાઉતે કહ્યું કે, અમે ટુંક સમયમાં દીદીને મળવા કોલકોત્તા જઇશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp