દુલ્હન બનવા અગાઉ જ પતિને લૂંટી લીધો, સત્ય સામે આવ્યું તો યુવકે પકડ્યું માથું

PC: zoomnews.in

રાજસ્થાનના ડુંગરપુરના બિછીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લૂંટારુ મંગેતરની ઘટના સામે આવી છે. કન્યા પક્ષે છોકરી આપવાના બદલામાં વર પક્ષ પાસેથી અઢી લાખ રૂપિયા લીધા હતા. સગાઈ બાદ પોતાના મંગેતરને મળવા આવેલી ભાવિ પત્ની સોનાની ચેન લઈને ફરાર થઈ ગઈ. હેરાનીની વાત એ છે કે મંગેતર કુંવારી નહીં, પરંતુ પરિણીત હતી. માત્ર રૂપિયા પડાવવા માટે સગાઈનો ઢોંગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પીડિત પક્ષે પોલીસ સ્ટેશન પહોંચીને લૂંટારુ મંગેતર સહિત 5 આરોપીઓ વિરુદ્ધ બિછીવાડા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. પોલીસ હાલમાં આખી ઘટનાની તપાસ કરી રહી છે.

બિછીવાડા પોલીસ સ્ટેશનની પોલીસ મુજબ, બાડમેરના રહેવાસી થાણારામ પોતાના ભાઈ સાથે લાંબા સમયથી બિછીવાડામાં રહીને વ્યવસાય કરે છે. ગુજરાતના ભોજાભાઈની દીકરીના લગ્ન બિછીવાડામાં થયા છે. તેના કારણે ભોજાભાઈ અને તેના પરિચિત નરેશ અને સુરતાનું બિછીવાડામાં આવવા જવાનું હતું. અહીં તેમની મુલાકાત થાણારામ સાથે થઈ ગઈ. ગત દિવસોમાં બિછીવાડા આવેલા નરેશે થાણારામને કહ્યું કે, એક દીકરી છે. તેના લગ્ન તે બિછીવાડા ક્ષેત્રમાં કરવાની ઈચ્છા રાખે છે.

તેના પર થાણારામે કહ્યું કે તેનો એક ભાઈ કુંવારો છે. તે ઈચ્છે તો પોતાની દીકરીના લગ્ન કરાવી શકે છે. ત્યારબાદ બંને પક્ષોમાં લગ્નને લઈને ચર્ચા ચાલી. નરેશે પોતાની દીકરીની સગાઈ થાણારામના ભાઈ સાથે કરી દીધી. તેના બદલામાં 3 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી. ત્યારબાદ વાતચીત અઢી લાખ રૂપિયામાં નક્કી થઈ ગઈ. નરેશે પોતાની દીકરીને ગુજરાતથી બોલાવીને થાણારામના પરિવારને મળાવી દીધી. થોડા દિવસો બાદ બિછીવાડાથી થાણારામ પોતાના ભાઈને લઈને ગુજરાત આવ્યો.

ત્યાં નરેશને અઢી લાખ રૂપિયા આપીને તેની દીકરી નિશાની સગાઈ પોતાના ભાઈ સાથે નક્કી કરી દીધી. તેની સાથે જ પરિવારજનોની સહમતી પર નિશા પોતાના મંગેતરના ઘરે થોડા દિવસે રહેવા પહોંચી ગઈ. બિછીવાડામાં પરિવારે નિશાને નેગ રૂપે એક સોનાની ચેન આપી. લગભગ એક અઠવાડિયા મંગેતરના ઘરે રહ્યા બાદ નિશા પાછી પોતાના ઘરે ગુજરાત આવતી રહી. ત્યારબાદ નિશા અને તેના પરિવારજનોએ થાણારામ તેમજ તેના ભાઈ સાથે સંપર્ક તોડી દીધો અને તેમના ફોન ઉપાડવાના બંધ કરી દીધા.

શંકા જતા થાણારામ ગુજરાત આવ્યો તો ખબર પડી કે નિશાને કુંવારી બતાવીને તેના ભાઈ સાથે સગાઈ કરવામાં આવી હતી, તે પહેલાથી પરિણીત છે. તે ગુજરાતમાં પોતાના પતિ સાથે રહે છે. આરોપીઓએ લગ્નના બદલામાં લીધેલા અઢી લાખ અને સોનાની ચેન પરત કરવાની ના પાડી દીધી. આ કેસમાં થાણારામે દુલ્હન બનેલી નિશા ઉર્ફ મેવલી ખોખરિયા (ઉંમર 22 વર્ષ, રહે બોરડી સેરવા, ખેડબ્રહ્મા) સહિત નરેશ ખોખરિયા, સુરતાબેન મગનભાઇ બુબરિયા, સોનાબેન નરેશભાઇના ખોખરિયા અને કાળું (રહે ખેરોજ) વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. પોલીસ આખી ઘટનાની તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp