પંજાબમાં બેંકોનું વ્યાજ ન ચૂકવી શકવાને કારણે પાંચ ખેડૂતોએ કરી આત્મહત્યા

PC: odishabhaskar.com

પંજાબમાં ભટિન્ડામાં મંગળવારે દેવાના બોજના કારણે પાંચ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે આ ખેડૂતો પર સરકારી અને પ્રાઈવેટ બેંકોનું લાખો રૂપિયાનું દેવું ચડી ગયું હતું. આ ઘટના વિશે પોલીસ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે સિધાના ગામમાં રહેતા પરમજીત સિંહે બેંક પાસેથી બે લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. ઘણા સમયથી ચૂકાવી ન શકવાને કારણે તે ખૂબ તણાવમાં રહેતો હતો, આથી આ દેવાના બોજને કારણે તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. બીજા ખેડૂત બુધ સિંહે પણ બેંક પાસેથી બે લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જે ન ચૂકાવી શકવાને કારણે તેણે ખેતરમાં ઝેર પીને આત્મહત્યા કરી લીધી. ત્રીજો ખેડૂત અમૃતપાલ દયાલપુરા મિર્ઝા ગામમાં રહે છે. તેણે બેંક પાસેથી પાંચ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આ જ કારણે તેણે પણ દવા પીને આત્મહત્યા કરી લીધી. ભટિન્ડાના રામપુરા ગામના ખેડૂત જગરાજ સિંહે પણ પોતાના ખેતરમાં જઈને ઝેરી દવા પી લીધી હતી, તેની પર 3 લાખ રૂપિયાનું દેવું હતું.

પાંચમાં કેસમાં સંગરૂર ગામના એક ખેડૂતે દેવાથી કંટાળીને ટ્રેનની નીચે આવીને આત્મહત્યા કરી લીધી હતી. તેની પર સરકારી અને પ્રાઈવેટ બેંકોનું લાખો રૂપિયાનું દેવું હતું, જ્યારે બીજી બાજુ તેની પાસે દોઢ એકર જ જમીન હતી. આથી અંતે કંટાળીને તેણે પણ આત્મહત્યા કરી લીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp