ચોમાસા પહેલા ગટરની સફાઇ જોવા સાડી પહેરી અંદર ઉતરી ગયા મહિલા ઓફિસર

PC: aajtak.in

મુંબઈ નજીક ઠાણે જિલ્લાથી એક વીડિયો વાયરલ થયેલો જોવા મળે છે. જ્યાં એક મહિલા સફાઈ નિરીક્ષક સાડી પહેરીને નાળાની સફાઈની તપાસ માટે જાતે જ ગટરમાં ઉતરેલી જોવા મળે છે. મોનસુનને જોઈને જિલ્લામાં ગટરોની સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા નિરીક્ષક સુવિધા ચૌહાણ કામની તપાસ માટે જાતે જ ગટરમાં ઉતરી ગઈ હતી. વરસાદની સીઝન શરૂ થવાની હોવાને લીધે જિલ્લાના તમામ ગટરોની સફાઈનું કામ એક ઠેકેદારને સોપવામાં આવ્યું છે, કામાં કોઈ પ્રકારની ચૂક ના થાય તે જોવા માટે તે સીડીના સહારે ગટરમાં નીચે ઉતરી હતી.

વીડિયો વાયરલ થવા પછી દરેક જણા સુવિધાના વખાણ કરી રહેલા જોવા મળે છે. લોકો કહી રહ્યા છે કે નગર નિગમમાં આવા અધિકારીઓ આવી જાય તો હંમેશા માટે આવી સમસ્યાઓથી છૂટકારો મળી જશે સુવિધા ચૌહાણે કહ્યું હતું કે તેણે મોનસૂન પહેલા ગટરની તપાસ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. પહેલી વખત તે કોઈ ગટરમાં ઉતરી હતી. આ સિવાય તેણે કહ્યું હતું કે ગટરની સફાઈનું બધુ કામ એક પ્રાઈવેટ ઠેકેદારને આપવામાં આવ્યું હતું.

તેની તેણે તપાસ કરવાની હતી કે કામ બરાબર થઈ રહ્યું છે કે નહીં અને જો કામમાં કોઈ કમી રહી ગઈ છે તો તેને સમય પર સરખું કરાવી લેવાનું હતું. સુવિધા ચૌહાણનું કહેવું છે કે વરસાદના દિવસોમાં લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. રવિવારે ભિવંડી-નિઝામપુર નગર નિગમની મહિલા ઓફઇસર, સીડીઓથી ગટરમાં ઉતરતી અને થોડા સમય પછી બહાર નીકળતી જોવા મળી હતી. તેણે સાડી પહેરેલી હતી. સુવિધા ચૌહાણે કહ્યું કે તેને ગટરની અંદર જતી વખતે સહેજ પણ ડર લાગ્યો ન હતો. તેની નજરમાં આ કામનું ઘણું મહત્વ છે.

જણાવી દઈએ ભિવંડી શહેરમાં અલગ અલગ નાળાઓની અને ઠેકેદાર તરફથી કરવામાં આવેલી સાફ સફાઈનું કામ અને ગંદકી કાઢવાના કામનું નિરીક્ષણ કરી રહી હતી. દર વર્ષે વરસાદની સીઝનમાં નાળાઓ જામ થવાને લીધે અને પાણી ન નીકળવાને લીધે દરેક જગ્યાઓ પાણી ભરાઈ જાય છે. મોનસૂનના સમયે મુંબઈમાં થનારા વરસાદને કારણે રસ્તાઓ પર હંમેશા પાણી ભરાઈ જતુ જોવા મળે છે. સામાન્ય લોકોની હંમેશા એ ફરિયાદ રહે છે કે નગર નિગમના લોકો સમય પર સફાઈનું કામ શરૂ કરી દે તો તેમને આવી મુશ્કેલી પડે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp