26th January selfie contest

પતિને માતા-પિતાથી અલગ કરવો ક્રૂરતા, પત્નીથી લઇ શકે છે છૂટાછેડાઃ કોલકાતા HC

PC: kalingatv.com

કોલકાતા હાઈકોર્ટે હાલમાં જ પોતાના એક નિર્ણયમાં કહ્યું કે, કોઈપણ પતિની પાસે, માનસિક ક્રૂરતાના આધાર પર પત્નીથી છૂટાછેડા લેવાનો અધિકાર છે. કોર્ટે એક મહિલાની અપીલ પર સુનાવણી કરી હતી. મહિલાએ ફેમિલી કોર્ટના એ આદેશને પડકાર આપ્યો હતો, જે અંતર્ગત તેણે પોતાના પતિને છૂટાછેડા આપવા હતા. હાઈકોર્ટે મહિલાની અપીલને એવુ કહીને રદ્દ કરી દીધી કે, પોતાના પતિને તેના માતા-પિતા અને પરિવારથી અલગ કરવાનો પ્રયાસ ક્રૂરતા બરાબર હતો. અભિયોગ અનુસાર, મહિલા, પોતાના પતિ પર દબાણ બનાવી રહી હતી કે તે પોતાના માતા-પિતાને છોડી દે અને તે બંને પતિ-પત્ની ક્યાંક અલગ રહેવા માંડે.

હાઈકોર્ટે પોતાના નિર્ણયને વિસ્તૃતરીતે રજૂ કરતા કહ્યું કે, જો પત્ની માનસિકરૂપે અત્યાચાર કરે છે, પ્રતાડિત કરે છે. સાથે જ કોઈપણ પ્રકારના મજબૂત કારણ વિના પતિને પેરેન્ટ્સથી અલગ રહેવા માટે મજબૂર કરે તો એવામાં પતિને પત્નીથી છૂટાછેડા લેવાનો અધિકાર છે. અસલમાં ફેમિલી કોર્ટે પતિની છૂટાછેડાની અરજી મંજૂર કરી લીધી હતી પરંતુ, મહિલાએ ફેમિલી કોર્ટના આ આદેશને કોલકાતા હાઈકોર્ટમાં પડકાર આપ્યો હતો. મામલામાં સુનાવણી કરતા બેન્ચે કહ્યું કે, એક દીકરાની જવાબદારી છે કે તે પોતાના માતા-પિતાનું ધ્યાન રાખે. કોર્ટે એવુ પણ કહ્યું કે, ભારતમાં લગ્ન બાદ પણ એક દીકરાનું પોતાના માતા-પિતા સાથે રહેવું એક સામાન્ય વાત છે અને તેમનાથી જુદા થઈને રહેવું એ સામાન્ય વાત નથી.

પતિ-પત્નીની આ કાયદાકીય લડાઈ વર્ષ 2009થી શરૂ થઈ હતી. ત્યારે પશ્ચિમી મિદનાપુરની એક ફેમિલી કોર્ટે પતિને પત્નીની ક્રૂરતાના આધાર પર છૂટાછેડા લેવાની મંજૂરી આપી હતી. આ બંનેના લગ્ન વર્ષ 2001માં થયા હતા. પતિનો આરોપ હતો કે, પત્ની તેને જાહેરમાં અપમાનિત કરે છે અને તેને કાયર, નિકમ્મા અને બેરોજગાર કહેતી હતી. પતિ વ્યવસાયે ટીચર હતો અને ઘર ચલાવવા લાયક પૈસા કમાઇ શકતો ન હતો. પરિવારમાં બાળકો ઉપરાંત પતિના માતા-પિતા પણ રહે છે. પત્ની એવી પણ જીદ કરી રહી હતી કે પતિ એક ફ્લેટ અલગથી ભાડે લઈ લે. તેમજ, જ્યારે પતિની સરકારી નોકરી લાગવાની જ હતી ત્યારે જ પત્નીએ પતિ વિરુદ્ધ પ્રતાડિત કરવાનો આપરાધિક મામલો દાખલ કરાવી દીધો, આ કેસના કારણે પતિને સરકારી નોકરી ના મળી શકી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp