બંગાળની ખાડી અને અરબ સાગર પર બની રહેલું લો પ્રેશર આ રાજ્યોને અસર કરશે

PC: independent.co.uk

આવનારા દિવસોમાં દેશના કેટલાક ભાગમાં હવામાનનો માર ફરી એકવાર પડી શકે છે. એક રિપોર્ટમાં હવામાન વિભાગના અનુસંધાને જણાવવામાં આવ્યું છે કે બંગાળની ખાડીના દક્ષિણ પશ્વિમ વિસ્તારમાં આવતા 48 કલાક દરમિયાન લો પ્રેશરવાળું ક્ષેત્ર બનવાનું છે. તો હવામાનનું પૂર્વ અનુમાન જાહેર કરનારી એજન્સી સ્કાઈમેટ વેધરે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે અરબ સાગરના દક્ષિણી મધ્ય ભાગો પર પણ એક ડિપ્રેશન જલદી બની જશે. હવામાન વિભાગનું કહેવું માનીએ તો બંગાળની ખાડી ઉપર બનનારું લો પ્રેશરવાળું ક્ષેત્ર આવતા 48 કલાકમાં ઝડપી થઈને 25 નવેમ્બર સુધી શ્રીલંકા અને દક્ષિણ તામિલનાડુના કિનારા તરફ વધશે.

બંગાળાની ખાડીના લો પ્રેશરના કારણે તામિલનાડુ અને પૂડુંચેરીના કિનારા પર પણ પહોંચવાની સંભાવના છે. રહી વાત અરબ સાગરના દક્ષિણી મધ્ય ભાગો પર બનેલા નિમ્ન દબાણવાળા ક્ષેત્રની તો તે પશ્વિમી દિશામાં આગળ વધતાં ભારતીય કિનારાથી દૂર નીકળી જશે. ખાનગી એજન્સી સ્કાઈમેટ વેધરે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે દક્ષિણી પશ્વિમ બંગાળની ખાળી પર બનેલી ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર જલ્દી જ નિમ્ન દબાવના ક્ષેત્રમાં બદલાઈ જશે. તેની અસરથી 23 નવેમ્બરથી વરસાદની ગતિવિધિઓ તામિલનાડુના કિનારાના ભાગોમાં પડશે. રિપોર્ટ મુજબ, 24 અને 25 નવેમ્બરે તામિલનાડુના કિનારાના જિલ્લાઓમાં મોટાભાગની જગ્યાઓ પર મુશળધાર વરસાદ પડે તેવી સંભાવના છે.

એક સમાચાર એજન્સીએ હવામાન વિભાગના અનુસંધાને જણાવ્યું છે કે દક્ષિણ બંગાળના જીલ્લાઓમાં રવિવારે હળવો વરસાદ નોંધાઈ શકે છે. તેનાથી તાપમાન ઓછું થતું જશે. આ દરમિયાન દેશમાં કડકડતી ઠંડીનો સિલસિલો શરું થઈ ગયો છે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં રાતનું ન્યૂનતમ તાપમાન ઘટીને એક ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. તો દિલ્હી NCRમા ઓક્ટોબરની ઠંડીએ 58 વર્ષનો રેકોર્ડ તોડ્યો, તો હવે નવેમ્બરમાં દશકોનો રેકોર્ડ તૂટી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp