ટ્યૂશન ગયેલી 4 વર્ષની બાળકી સાથે ટીચરના પિતાએ કર્યો રેપ

PC: youtube.com

પંજાબી બાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાર વર્ષની બાળકી સાથે તેના પાડોશમાં જ રહેતા એક 55 વર્ષના આધેડે પોતાના ઘરમાં રેપ કર્યો હતો. બાળકી આરોપીની 20 વર્ષની પુત્રીના ઘરે ટ્યૂશન માટે જતી હતી. આરોપીને બચાવવા માટે તેની પત્ની અને 20 વર્ષની દીકરીએ પણ સાથ આપ્યો હતો

બાળકી સાથે રેપની ખબર પડતા મા-દીકરીએ બાળકીને નવડાવી હતી અને પછી તેને તેના ઘરે પહોંચાડી દીધી હતી. બાળકી  પોતાની મા અને ભાઇ સાથે રહેતી હતી. બાળકીની હાલત નાજુક છે. પીડિત પક્ષે જણાવ્યું હતું કે, તેમના ઘરથી થોડે દૂર એક 20 વર્ષની છોકરી પાસે તેમની બાળકી ટ્યૂશન માટે જતી હતી. શુક્રવારે સાંજે 4 કલાકે બાળકી ટ્યૂશન માટે ગઇ હતી અને ત્યાંથી તે 6-7 વાગે આવી હતી.

આરોપી નરાધમે પોતાના ઘરના બાથરૂમમાં બાળકી સાથે રેપ કર્યો હતો. ત્યાર બાદ બાળકીને આરોપીની પુત્રીએ ટુવાલમાં લપેટીને ઘરે છોડી ગઇ હતી અને કહ્યું હતું કે, બાળકી પડી ગઇ હતી અને તેને થોડું વાગ્યું હતું, એટલે તેના કપડા બદલવા પડ્યા. ઘર આવ્યા બાદ બાળકીની માતાને આ ઘટનાની જાણ થઇ હતી અને બાળકીને હોસ્પિટલ લઇ ગયા, ત્યાં ડૉક્ટરે બાળકી સાથે કંઇ ખોટું થયાની વાત કરી હતી, એટલે પોલીસને બોલાવવામાં આવી હતી અને ડૉક્ટરોએ કન્ફર્મ કર્યું હતું કે, બાળકી સાથે રેપ થયો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp