મંત્રાલયમાં સેટિંગ છે, સરકારી નોકરી અપાવી દઇશ,ગઠિયો બેરોજગારોના 70 લાખ ખાય ગયો

PC: naidunia.com

છત્તીસગઢમાં એક ગઠીયો બેરોજગારોના 70 લાખ રૂપિયા લઇને ફરાર થઇ ગયો છે.આ ગઠિયાએ બેરોજગારોને સપના બતાવ્યા હતા કે મારું મંત્રાલયમાં સેટીંગ છે, કોઇ પણ સરકારી નોકરી અપાવી દઇશ, બોલો, શેમાં નોકરી જોઇએ છે? AIIMS કે મેકાહારા હોસ્પિટલ, જેમાં નોકરી જોઇતી હશે, હું અપાવી દઇશ. બેરોજગારોને ન તો નોકરી મળી કે ન તો પૈસાપાછા મળ્યા છે.

રાયપુરના એક ચાલાકે કેટલાક બેરોજગાર લોકો સાથે છેતરપિંડી કરી છે. અલગ-અલગ વિભાગમાં નોકરી અપાવવાનો દાવો કરીને તમામ પાસેથી કુલ રૂ. 70 લાખ 10 હજારની ઉઘરાણી કરીને બદમાશ ફરાર થઈ ગયો છે. હવે બેરોજગારો પાસે  ન તો નોકરી છે કે ન તો ઘરમાં રાખેલી મૂડી છે. પોલીસ આ ગઠિયાને શોધી રહી છે.

પોલીસે કહ્યું કે, બેરોજગારો સાથે છેતરપિંડી કરનાર ભૂપેશ કુમાર સોનાવાનીની સામે IPCની કલમ 420 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ભૂપેશ રાયપુરનો જ રહેવાસી છે. ભૂપેશની સામે ફરિયાદ નોંધાવનાર સુરેન્દ્ર વર્માએ કહ્યું કે, મારા પુત્ર લોકેન્દ્ર, અન્ય પરિચીતો અને ગામના સગા સંબંધીઓને સરકારી નોકરી અપાવવાના નામે ભૂપેશે છેતરપિંડી કરી છે.

મામલો વર્ષ 2022 ઓગસ્ટનો છે. ભૂપેશ ફરિયાદીને રાયપુરના કલેક્ટર ગાર્ડનમાં મળ્યો હતો અને કહ્યું હતું કે અહીંના મોટા અધિકારીઓ તેને ઓળખે છે. ઘણા લોકોને નોકરીએ લગાવી ચૂક્યો છે. મંત્રાલય અને આરોગ્ય વિભાગમાં અધિકારીઓ સાથે મારે ઉઠવા-બેસવાનું રહે છે, એવું જબરદસ્ત સેટીંગ છે કે સરકારી નોકરી તરત મળી જશે. બધાને વિશ્વાસમાં લઇને ભૂપેશ ડીલ કરી. બેરોજગારોને ભૂપેશે જાતેજ સરકારીઓ ઓફીસોના નોકરીના ફોર્મ લાવીને આપ્યા. ફોર્મમાં શું લખવાનું અને રૂપિયા ચૂકવીને પસંદગી યાદીમાં કેવી રીતે આમ આવશે એ બધી વાતો ભૂપેશે બેરોજગારો સાથે કરી હતી.

અત્યાર સુધીની તપાસમાં એવું બહાર આવ્યું છે કે મંત્રાલયમાં ડિઝાસ્ટર મેનેજરના પદ માટે લોકેન્દ્ર વર્મા, AIIMSમાં નર્સિંગ સ્ટાફ માટે બલરામ વર્મા, મેકહારામાં  પટાવાળા માટે માનુષ વર્મા અને લેબર ઈન્સ્પેક્ટરના પદ માટે પ્રદીપ વર્મા દુર્ગેશ વર્મા , દિપક વર્માફૂડ ઈન્સ્પેક્ટરની પોસ્ટ માટે મારુતિ નંદન વર્મા લકી ઉર્ફે લોકેશ વર્મા  આવા ઘણા બધા યુવકોએ ભૂપેશને પૈસા આપ્યા હતા, આ તમામ લોકો એક બીજાના સગા-સંબંધી છે અને બાજુના ગામમાં રહેતા લોકો છે.

જ્યારે બધા વિભાગોની યાદી જાહેર થઇ તો આમાંથી કોઇને નોકરી નહોતી મળી. નોકરી નહીં મળી તો યુવાનોએ ભૂપેશ પાસે પૈસા પાછા માગ્યા હતા. શરૂઆતમાં ભૂપેશ આનાકાની કરતો હતો, પછી ફરાર થઇ ગયો હતો.ભૂપેશ પર જ્યારે યુવાનોએ દબાણ કર્યું તો તેણે એક ચેક આપ્યો હતો, જે લઇને યુવકો બેંકમાં ગયા તો ખબર પડી કે તેના ખાતામાં માત્ર 450 રૂપિયા જ બેલેન્સ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp