યુવતીના મિત્રએ જ તેના સાથીઓ સાથે મળીને કર્યો ગેંગરેપ

PC: indiatimes.com

હરિયાણામાં મહિલાઓ વિરુદ્ધ અપરાઝ અટકવાનું નામ જ નથી લઈ રહ્યા. હાલમાં જ ફરીદાબાદમાં મોડી રાતે એક યુવસી સાથે થયેલા કૃત્યનો મામલો સામે આવ્યો છે. અસલમાં દિલ્હીમાં રહેવાવાળી એક યુવતી પર તેના મિત્રએ ફોન કરીને સાંજે તેને ફરીદાબાદમાં બોલાવી હતી.

આરોપ છે કે યુવતી ફીરદાબાદ પહોંચી તો આરોપીએ તેને કોલ્ડ ડ્રીંકમાં નશીલો પદાર્થ મેળવીને બેહોશ કરી દીધી હતી અને ત્યારબાદ તેના મિત્રએ તેના બીજા પાંચ સાથીઓ સાથે મળીને યુવતીનો બળાત્કાર કર્યો હતો.
ઘટનાને અંજામ આપ્યા પછી ઘટના સ્થળેથી તમામ આરોપી ભાગી ચૂક્યા હતા. આરોપીઓના ફરાર થયા પછી યુવતીએ પોલીસને તેની સૂચના આપતા પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

મળેલી જાણકારી પ્રમાણે, યુવતીની ફરિયાદ પર તેનું મેડિકલ કરાવી કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના બુધવાર રાતે થઈ હતી. પોલીસે યુવતીના જણાવ્યા પ્રમાણે આરોપીઓની શોધ કરવા માટે ટીમ બનાવી લીધી છે અને તેમને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp