ગડકરીએ સંસદમાં જણાવ્યું ટોલ વસૂલવામાં કયું રાજ્ય આગળ, ખાનગી કંપનીઓની કેટલી કમાણી
સરકારે 2000માં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલ વસૂલવાનું શરૂ કર્યું ત્યારથી હાઇવે પ્રવાસીઓએ યુઝર ફી તરીકે આશરે રૂ. 2.1 લાખ કરોડનો ખર્ચ કર્યો છે. હાઇવે અને એક્સપ્રેસ વેનું રાષ્ટ્રવ્યાપી નેટવર્ક બનાવવા માટે કેન્દ્ર દ્વારા કરવામાં આવેલા ખર્ચનો આ એક નાનો હિસ્સો છે. આ માટે ચાલુ નાણાકીય વર્ષમાં જ 2.7 લાખ કરોડ રૂપિયાની ફાળવણીનો અંદાજ છે.
મંત્રાલયે ગુરુવારે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, છેલ્લા 24 વર્ષો દરમિયાન, જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડ હેઠળ બાંધવામાં આવેલા વિસ્તારો માટે ખાનગી હાઇવે નિર્માણ કંપનીઓ દ્વારા આશરે રૂ. 1.4 લાખ કરોડનો ટોલ એકત્ર કરવામાં આવ્યો છે. આ ભાગોમાં, NH-48ના ગુડગાંવ-જયપુર કોરિડોરે લગભગ રૂ. 8,528 કરોડ યુઝર ચાર્જિસ તરીકે એકત્રિત કર્યા છે.
જ્યારે ખાનગી કંપનીઓ PPP હેઠળના વિભાગોમાંથી વસૂલવામાં આવેલા ટોલમાંથી હાઈવે પ્રોજેક્ટ્સમાં તેમના રોકાણની ભરપાઈ કરે છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) માત્ર તે વિભાગો પાસેથી જ ટોલ મેળવે છે જે 100 ટકા સરકારી ભંડોળથી બનેલ છે. રાજ્યોમાં સૌથી વધુ ટોલ ઉત્તર પ્રદેશમાં હાઈવે યુઝર્સ પાસેથી આવ્યો છે. UPમાં દેશનું સૌથી મોટું હાઇવે નેટવર્ક પણ છે. મણિપુર, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ જેવા પૂર્વોત્તર રાજ્યોમાંથી કોઈ ટોલ આવક પ્રાપ્ત થઈ નથી.
હાલમાં, લગભગ 1.5 લાખ Kmમાંથી NHના લગભગ 45,000 Km પર ટોલ વસૂલવામાં આવે છે. સરકાર ફક્ત તે જ હાઇવે પર ટોલ વસૂલ કરે છે, જે ઓછામાં ઓછા અઢી લેનના હોય છે. NHAI આવક વધારવા માટે વધુ હાઇવેને ટોલ કવરેજ હેઠળ લાવવાનું લક્ષ્ય રાખે છે. અન્ય એક જવાબમાં, મંત્રાલયે નીચલા ગૃહને જાણ કરી કે, છેલ્લા પાંચ વર્ષમાં, સરકારે NHsના નિર્માણ અને જાળવણી માટે 10.2 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા છે.
સરકારે ડિસેમ્બર 2000થી રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) મોડલ હેઠળ સંચાલિત ફી પ્લાઝા પર ટોલ ટેક્સ તરીકે રૂ. 1.44 લાખ કરોડ એકત્ર કર્યા છે. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરના તમામ યુઝર ટોલ પ્લાઝાની સ્થાપના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ટોલ (દર અને વસૂલાતના નિર્ધારણ) નિયમો, 2008ની અને સંબંધિત કન્સેશન કરાર સંબંધિત કન્સેશન કરારની જોગવાઈ અનુસાર કરવામાં આવે છે.
ગડકરીએ કહ્યું કે, ડિસેમ્બર 2000થી, રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) મોડલ હેઠળ સંચાલિત ટોલ પ્લાઝા પર યુઝર ફી તરીકે 1.44 લાખ કરોડ રૂપિયાની રકમ એકત્ર કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp