ગુજરાતમાં દંડની રકમ ઓછી કરવા મુદ્દે આપેલા નિવેદનમાં નિતિન ગડકરીનો યુ-ટર્ન

PC: theweek.in

દેશમાં નવા ટ્રાફિક નિયમો લાગૂ થયા પછી વધારે પડતા દંડને કારણે લોકો નાખુશ છે. લોકોની આ નાખુશતા જોઈને અમુક રાજ્ય સરકારે દંડ પર થોડો કાપ મૂકવાનો વિચાર કર્યો છે. જેમાં ગુજરાતની વિજય રૂપાણી સરકારે દંડની રકમ ઓછી કરી દીધી છે. પણ આ બધાની વચ્ચે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે, નવા ટ્રાફિક નિયમો લોકોની જિંદગી બચાવવા માટે કરવામાં આવેલી કોશિશ છે. રાજ્ય સરકાર જો દંડ ની રકમ ઘટાડવા માંગે તો હું એટલું જ કહીશ કે જમા કરેલ રકમ રાજ્ય સરકારને જ મળશે. દંડનો ઉદ્દેશ લોકોમાં જાગરૂતતા વધારવાનો છે.

સરકારે ટ્રાફિક નિયમો તોડવા પર દંડની રકમ વધારવાનો નિર્ણય તેમના ખિસ્સા ભરવા માટે નહી પણ લોકો ટ્રાફિકના નિયમો ફોલો કરે તેમને પ્રેરિત કરવા માટે છે. સાથે જ રસ્તાઓને સેફ બનાવવા માટે છે. ભારતમાં દર વર્ષે રોડ એક્સિડન્ટમાં 1 લાખ 50 હજારથી વધારે લોકોનું મૃત્યુ થાય છે. જેમાંથી 65 ટકા લોકોની ઉમર 18 થી 35 વર્ષની વચ્ચે હોય છે. દર વર્ષે 2 થી 3 લાખ લોકો રોડ એક્સિડન્ટને કારણે દિવ્યાંગ બની રહ્યા છે. અમે યુવાનોના જીવની કિંમત જાણીએ છીએ, માટે જ તેને સરક્ષિત બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ.

રાજ્ય સરકારને દંડ ઓછો કરવાનો અધિકારઃ

લોકોની આ નાખુશતા જોઈને અમુક રાજ્ય સરકારે દંડ પર થોડો કાપ મૂકવાનો વિચાર કર્યો છે. આ મુદ્દે ગડકરીનું કહેવું છે કે, રાજ્ય સરકાર જો દંડ ની રકમ ઘટાડવા માંગે તો એ કરી શકે છે. તેમને અધિકાર છે. મને તેનાથી કોઈ આપત્તિ છે નહી. દંડની જમા કરેલ રકમ રાજ્ય સરકારને જ મળશે. મંત્રી તરીકે હું માત્ર અપીલ જ કરી શકું કે, આ ફાઈન રેવેન્યૂ જનરેટ કરવા માટે માટે નહી, પણ લોકોની જિંદગી બચાવવા માટે છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp