ચીનથી લઈને પાકિસ્તાની સરહદ સુધી ભારતીય વાયુસેના કરી રહી છે સૌથી મોટો યુદ્ધાભ્યાસ

PC: india.com

ચીનથી લઈને પાકિસ્તાનની સરહદ સુધી ભારતીય વાયુસેના અત્યાર સુધીનું તેનું સૌથી મોટું યુદ્ધાભ્યાસ 'ગગન શક્તિ' કરી રહી છે. તેનો હેતુ ભલે હાલમાં યુદ્ધ ન થઈ રહ્યું હોય પરંતુ તેની તૈયારીમાં કોઈ કસર બાકી નહીં રાખવાનો છે.

ભારતીય વાયુસેનાનું અત્યાર સુધીના સૌથી મોટા યુદ્ધાભ્યાસમાં આશરે 600 જેટલા લડાયક વિમાનોની સાથે ટ્રાન્સપોર્ટ વિમાન અને હોલિકોપ્ટર્સને મેળવીએ તો આ યુદ્ધાભ્યાસમાં આશરે 1100 જેટલા વિમાનો-હેલિકોપ્ટર્સે ભાગ લીધો છે. જેમાં તેજસ, સુખોઈ-30, મિગ, જેગુઆર, મિરાજ બધા સામેલ છે. આ અભ્યાસનો મુખ્ય ટાર્ગેટ પાકિસ્તાન અને ચીન સાથે જોડાયેલી સરહદ પર યુદ્ધની તૈયારી કરવાનો છે.

નિવૃત્ત એર કમાન્ડર ત્રિલોકચંદે કહ્યું હતું કે, ચીન અને પાકિસ્તાનની સાથે સંબંધ સારા નથી અને તેને ધ્યાનમાં રાખીને આ યુદ્ધાભ્યાસ કરવામાં આવી રહ્યો છે. કશે પણ ઓપરેશન કરવાનું હોય આપણા કમાન્ડો તૈયાર છે. પેરાશૂટની મદદથી ક્યાય પણ તેઓ કામ કરવા માટે તૈયાર છે. આકાશમાં જ વિમાનમાંથી ઈંધણ ભરવાનો પણ અભ્યાસ કરવામાં આવ્યો છે. આ અભ્યાસમાં વાયુસેનાના બધા ઓપરેશન કમાન્ડોએ ભાગ લીધો છે.

વિગ કમાન્ડર આયુષ રાવતે કહ્યું છે કે અભ્યાસ માટે બે સેનાઓ બનાવવામાં આવી છે અને તેમના વિસ્તાર પણ વહેંચવામાં આવ્યા છે. મતલબ એકદમ યુદ્ધ જેવી પરિસ્થિતિનું જ નિર્માણ કરવામાં આવ્યું છે. આ અભ્યાસમાં વાયુસેનામાં હાલમાં જ ફાઈટર પાયલટ બનેલી ત્રણે મહિલાઓ પણ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp