યુપીમાં કોંગ્રેસે ભર્યો હુંકાર, ‘તમામ બેઠકો પર લડીને જીતીશું’

PC: intoday.in

કોંગ્રેસના ઉત્તરપ્રદેશના પ્રભારી ગુલામ નબી આઝાદએ કહ્યું હતું કે, અમે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં બધી જ સીટો ઉપર એટલે કે 80 સીટો ઉપરથી ચૂંટણી લડીશું. અમારી તૈયારી પૂર્ણ છે. પરિણામો ચોંકાવનારા આવશે.

સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનનો ભાગ ન બની રહેલી કોંગ્રેસે પોતાની રણનીતિ શરુ કરી દીધી છે. રવિવારે રાજ્યના પ્રદેશ કાર્યાલય પર પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ગુલામ નબી આઝાદ, પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બર સહિત પ્રદેશના મુખ્ય નેતાઓએ બેઠક યોજી હતી. આ દરમિયાન ગુલામ નબી આઝાદએ કહ્યું હતું કે, અમે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં પૂર્ણ તાકાતથી અમારી વિચારધારાનું પાલન કરીને લોકસભાની ચૂંટણી લડીશું અને ભાજપને પરાજિત કરીશું. અમે ઉત્તરપ્રદેશની બધી જ સીટો એટલે કે 80 સીટો પરથી ચૂંટણી લડીશું તેમજ પરિણામો ચોંકાવનારા આવશે.

મહત્વનું છે કે, લોકસભા ચૂંટણી માટે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનું ગઠબંધન થઇ ચૂક્યું છે. અખિલેશ યાદવ અને માયાવતીની સાથે ચૂંટણી લડવાની ઔપચારિક જાહેરાતના એક દિવસ પછી કોંગ્રેસે બધી જ સીટો એટલે કે 80 સીટો ઉપર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

ગુલામ નબી આઝાદએ વધુમાં કહ્યું હતું કે, 2009 લોકસભા ચૂંટણીમાં જે રીતે કોંગ્રેસ નંબર વન પાર્ટી બનીને ઉભરી આવી હતી તેવી જ રીતે અમે એકલા હાથે ચૂંટણી લડીશું અને 2009 સમય કરતા વધુ સીટો જીતીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp